બજાર » સમાચાર » માર્કેટ આઉટલુક - ફન્ડામેન્ટલ

બજારમાં ઘટાડો, સતર્ક રહીને કરો રોકાણ

ના રોજ પ્રકાશિત Tue, 06, 2018 પર 10:24  |  સ્ત્રોત : CNBC-Bajar

સેન્સેક્સમાં 1200 અંકોથી વધારાના ઘટાડો જોવાને મળ્યો છે, જ્યારે નિફ્ટી 10300 ની નીચે લપસી ગયા છે. સેન્સેક્સ અને નિફ્ટીમાં 3-3 ટકાનો ઘટાડો દર્જ કરવામાં આવ્યો છે. આગળ માર્કેટની ચાલ કેવી રહેશે તે જાણીશું વિનસોલ ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર્સના ડિરેક્ટર અમિષ મુનશી પાસેથી.

અમિષ મુનશીનું કહેવુ છે કે હાલ લાંબાગાળાના રોકાણકારોએ માર્કેટમાં કોઇ પોઝિશન લેવી નહીં. આજના ગ્લોબલ મેલ્ટડાઉનને જોતા તાત્કાલીક પગલા લેવાની જરૂર નથી. ગ્લોબલ લિક્વીડીટીની દરેક એસેટ ક્લાસમાં સારી અસર જોવા મળી.

અમિષ મુનશીના મતે અમેરિકામાં વ્યાજ દર વધારાની વાત શરૂ થતા અમેરિકન માર્કેટમાં વેચવાલી શરૂ. આવતી કાલે રજૂ થનારી આરબીઆઈ પોલિસીની રાહ જોવાની સલાહ છે. ગ્લોબલ ઈકોનોમી આગળ જતા મજબૂત છે. હાલ કેપિટલ ગુડ્સ સેક્ટર પર પસંદગી છે.

અમિષ મુનશીના મુજબ ગ્લોબલ વ્યાજ દર વધશે તો ભારતમાં પણ વ્યાજ દર વધતા બોરોઈંગ ખર્ચ વધશે. લાંબાગાળે પ્રાઇવેટ સેક્ટર બેન્ક પસંદ છે. ઇન્ફ્રા, રોડ, કન્સ્ટ્રક્શન, લાઇફ ઇન્શ્યોરન્સ સેક્ટર્સ પસંદ છે. લાંબગાળે લાઇફ ઇન્શ્યોરન્સ સેક્ટર ખરીદવાની સલાહ છે.