બજાર » સમાચાર » માર્કેટ આઉટલુક - ફન્ડામેન્ટલ

માર્કેટની સીધી નજર હવે બજેટ પર છે: દીપક જસાણી

ના રોજ પ્રકાશિત Thu, 12, 2017 પર 11:25  |  સ્ત્રોત : CNBC-Bajar

સેન્સેક્સ અને નિફ્ટી સપાટ થઈને કારોબાર કરી રહ્યા છે. નિફ્ટી 10000 ની નજીક છે, જ્યારે સેન્સેક્સ 31850 ની પાસે દેખાય રહ્યા છે. આગળ માર્કેટની ચાલ કેવી રહેશે તે જાણીશું એચડીએફસી સિક્યોરિટીઝમાં રિટેલ રિસર્ચના હેડ દીપક જસાણી પાસેથી.

દીપક જસાણીનું કહેવુ છે કે હાલમાં તેજી થાક ખાઈ રહી હોય તેવું લાગી રહ્યું છે. ક્વાર્ટર 2, ક્વાર્ટર 3માં મોટા ટ્રિગરની અપેક્ષા નથી. માર્કેટની સીધી નજર હવે બજેટ પર છે. વૈશ્વિક સ્તરે જીયોપોલિટીકલ સ્થિતિ કેવી રહે છે તેના પર મોટો મદાર છે. ઓઈલ એન્ડ ગેસમાં રિફાઈનીંગ સ્ટોકમાં હાલમાં કરેક્શન જોવા મળી શકે.

દીપક જસાણીના પસંદગીના સેકટર્સમાં આઈટી, ફાર્મા, ઑઇલ એન્ડ ગેસ, મેટલ, બેન્ક્સ અને ઑટોનો સમાવેશ થાય છે. નાદારીની પ્રક્રિયામાં એનપીએની વસૂલી કેવી રીતે થશે તે મહત્વનું રહેશે. હેલ્થકેર સેક્ટર પર અમારો બુલીશ વ્યુ છે.