બજાર » સમાચાર » માર્કેટ આઉટલુક - ફન્ડામેન્ટલ

બજાર પર મહેરબૂન ઇરાની સાથે ચર્ચા

ના રોજ પ્રકાશિત Tue, 16, 2019 પર 11:46  |  સ્ત્રોત : CNBC-Bajar

શરૂઆતી કારોબારમાં ઘરેલૂ બજારોમાં વધારાની સાથે કારોબાર જોવાને મળી રહ્યો છે. સેન્સેક્સ અને નિફ્ટી 0.5 ટકાની મજબૂતીની સાથે કારોબાર કરી રહ્યા છે. આગળ માર્કેટની ચાલ કેવી રહેશે તે જાણીશું જીનિ જેમ્સ કન્સલ્ટન્ટના એમડી અને સીઈઓ મહેરબૂન ઇરાનીની સાથે.

મહેરબૂન ઇરાનીનું કહેવુ છે કે તેજીનો આગામી તબક્કો શરૂ થયો. સારા ચોમાસા, ચૂંટણી પરિણામની માર્કેટ પર અસર જોવા મળશે. 23મે ચૂંટણી પરિણામમાં કંઇ ફેરફાર થશે તો માર્કેટમાં ભય પ્રવર્તશે. માર્કેટમાં તેજી ચાલુ રહેશે તો નિફ્ટી જલ્દી જ 12000ના લેવલ્સ પાર કરશે.


મહેરબુન ઇરાનીના મતે મંદીની વાતો ચાલતી હોય ત્યારે જ તેજીનો પાયો રચાતો હોય છે. મહેરબૂન ઇરાનીના પસંદગીના સેક્ટર્સમાં ઇન્ડસઇન્ડ બેન્ક, એચડીએફસી બેન્ક, કોટક મહિન્દ્રા બેન્ક, એનબીએફસીએસમાં મુથુટ ફાઇનાન્સ પસંદીદા સ્ટોક છે. પ્રાજ ઈન્ડસ્ટ્રીઝમાં ખરીદીની સલાહ છે. ઇન્ફ્રા, કેપિટલ ગુડ્સ સેક્ટર્સ રોકાણ માટે પસંદ છે.


મહેરબુન ઇરાનીનું માનવુ છે કે સિમેન્સ, ટીમકેન ઇન્ડિયા, એસકેએફ રોકાણ માટે પસંદ છે. ફાર્મા અને જેમ્સ & જ્વેલરી રોકાણ માટે પસંદ નહીં. એક્સપોર્ટમાં પેપર સ્ટૉક્સ પસંદ છે. ફાઇનાન્શિયલ સ્પેસ માટે પૉઝિટીવ મત છે. મણ્ણપુરમ જનરલ ફાઇનાન્સ રોકાણ માટે પસંદ છે. ટાટા મોટર્સ પસંદ છે રોકાણ માટે સારો છે.