બજાર » સમાચાર » માર્કેટ આઉટલુક - ફન્ડામેન્ટલ

માર્કેટ પર કલ્પેન પારેખ સાથે ચર્ચા

ના રોજ પ્રકાશિત Fri, 06, 2019 પર 10:30  |  સ્ત્રોત : CNBC-Bajar

સેન્સેક્સ અને નિફ્ટીમાં 0.2 ટકાથી વધારાનો વધારો દર્જ કરવામાં આવ્યો છે. આગળ માર્કેટની ચાલ કેવી રહેશે તે જાણીશું ડીએસપી ઇન્વેસ્ટમેન્ટ મૅનેર્જસના પ્રેસિડેન્ટ કલ્પેન પારેખ પાસેથી.

કલ્પેન પારેખનું કહેવુ છે કે વ્યાજ દરને હજુ ઘટતા વાર લાગશે તેવું બોન્ડ માર્કેટની મૂવમેન્ટ જણાવે છે. ગ્રોથને સપોર્ટ કરવા માટે સરકારે લોઢાના ચણા ચાવવા જ પડશે.

કલ્પેન પારેખના મતે ગ્રોથને સપોર્ટ કરવા માટે સરકારે મોટા ભાગનો ખર્ચો કરવો પડશે. RBI 1-2 મહિના સુધી આંકડાનુ આકલન કર્યા બાદ આવનાર રેટકટ પર નિર્ણય લેશે.

કલ્પેન પારેખનું માનવુ છે કે NBFCsમાં પ્રવાહિતા કેવી રીતે લાવવી તેના પર સરકાર કામ કરી રહી છે. સિસ્ટમમાં પ્રવાહિતા જળવાઈને રહે તેવો પ્રયાસ RBIનો છે.

કલ્પેન પારેખના મુજબ ઓછા ઋણ ધરાવતી કંપની જ ખરાબ સમયમાં સામી રાહ પર તરતી હોય છે.