બજાર » સમાચાર » માર્કેટ આઉટલુક - ફન્ડામેન્ટલ

માર્કેટ પર વિશાલ જાજૂ સાથે ચર્ચા

ના રોજ પ્રકાશિત Thu, 13, 2019 પર 10:42  |  સ્ત્રોત : CNBC-Bajar

આજના કારોબારી દિવસે ઘરેલૂ બજારમાં ઘટાડાનો માહોલ જોવામાં આવી રહ્યો છે. સેન્સેક્સ અને નિફ્ટીમાં 0.2 ટકાની નબળાઈ જોવામાં આવી રહી છે. આગળ માર્કેટની ચાલ કેવી રહેશે કેવી રહેશે તે જાણીશું ટાટા ઇન્વેસ્ટમેન્ટ કોર્પોરેશનના ઇન્વેસ્ટમેન્ટ મેનેજર વિશાલ જાજૂ પાસેથી.


વિશાલ જાજૂનું કહેવુ છે કે ચીનના પ્લાન શટડાઉનનો ફાયદો ભારતીય કેમિકલ સેક્ટર્સને મળશે. ભારતીય કરન્સીમાં છેલ્લા દોઢ વર્ષમાં વૉલટાલિટી જોવા મળી. આરબીઆઈ દ્વારા આવેલો રેટ કટ ગ્રાઉન્ડ લેવલ પર એટલો આવ્યો નથી.


વિશાલ જાજૂના મતે રોકાણકારોએ લાર્જ એનબીએફસીએસ પર ફોકસ રાખવું. આ વર્ષે ચોમાસુ કેવુ રહેશે એ જોવુ રહ્યું. દરેક કંપનીને અલગથી એનલાઇઝ કરી કૉલ લેવો જરૂરી.