બજાર » સમાચાર » માર્કેટ આઉટલુક - ફન્ડામેન્ટલ

માર્કેટ પર ડી ડી શર્મા સાથે ચર્ચા

ના રોજ પ્રકાશિત Tue, 14, 2019 પર 11:48  |  સ્ત્રોત : CNBC-Bajar

આજના કારોબારી દિવસે ઘરેલૂ બજારો વધારાની સાથે કારોબાર કરતા જોવાને મળી રહ્યા છે. નિફ્ટી 1150 ની ઊપર છે જ્યારે સેન્સેક્સમાં 31.29 અંકોનો વધારો દેખાયો છે. આગળ માર્કેટની ચાલ કેવી રહેશે તે જાણીશું રિસ્ક કેપિટલ એડવાઇઝર્સના એમડી ડી ડી શર્મા પાસેથી.

ડી ડી શર્માનું કહેવુ છે કે ટ્રેડવોર ની ભિતી વચ્ચે માર્કેટમાં અનિશ્ચિતતાનો માહોલ ચોક્કસ રહેશે. ટ્રેડવોર લાંબુ ચાલે તો તેનો લાભ છેવટે આપણને જ થશે. ચૂંટણીના પરિણામ આવ્યા બાદ માર્કેટમાં સ્થિરતા આવી જશે.

ડી ડી શર્માના મતે ફાર્મા સેક્ટરમાં બાયોકોન પર ફોકસની સલાહ. સારી ગુણવત્તાવાળી NBFCsનું ભાવિ સારુ છે. M&M ફાઇનાન્શિયલ્સ, AB કેપિટલ જેવી NBFCsમાં દરેક ઘટાડે ખરીદીની સલાહ. જીવન વીમા સેક્ટરની કંપનીમાં લાંબાગાળા માટે રોકાણની સલાહ.