બજાર » સમાચાર » માર્કેટ આઉટલુક - ફન્ડામેન્ટલ

માર્કેટ પર દિગ્ગજ કિશન રતિલાલ ચોકસી અને દેવેન ચોક્સી સાથે ચર્ચા

ના રોજ પ્રકાશિત Mon, 13, 2020 પર 10:54  |  સ્ત્રોત : CNBC-Bajar

સપ્તાહના પહેલા કારોબારી દિવસે ઘરેલૂ બજારમાં સારી તેજી જોવામાં આવી રહી છે. સેન્સેક્સ અને નિફ્ટીમાં 0.5 ટકાથી વધારાનો વધારો દર્જ કરવામાં આવ્યો છે. આગળ માર્કેટની ચાલ કેવી રહેશે તે જાણીશું  K R ચોક્સીના ચેરમેન કિશન રતીલાલ ચોકસી અને દેવેન ચોક્સી પાસેથી.

કિશન રતિલાલ ચોકસીનું કહેવુ છે કે માર્કેટમાં અહીંથી સુધરો આવવાની શક્યતા. GDP ગ્રોથ આવનારા 3-4 મહિનામાં સુધરશે. માર્કેટમાં અત્યાર સુધી ઘણી નિરાશા હતી, સરકારના પગલાથી સ્થિતિ સુધરી. ભારતમાં ઘણા ઓછા લોકો પર્સનલ ટેક્સ ભરે છે.

કિશન રતિલાલ ચોકસીના મતે રોકાણ કરતા પહેલા કંપનીના મેનેજમેન્ટને જાણવું જરૂરી. રોકાણ કરતા પહેલા કંપનીના મેનેજમેન્ટને જાણવું જરૂરી. ઘટતા માર્કેટમાં હિંમતની સાથે વિઝન રાખી રોકાણ કરવાની સલાહ છે. રિયલ એસ્ટેટ રિવાઇવલ સાથએ સિમેન્ટ, પાઇપ્સ, ફાઇનાન્સ પર રિવાઇવ થાય છે.

દેવેન ચોક્સીનું કહેવુ છે કે હાલ ભારતમાં રોજગારની સમસ્યા છે. નવેમ્બર IIPના આંકડામાં આપણે સુધારો થતો જોઈ રહ્યા છીએ. ક્રૂડના ભાવ સ્થિર રહેવાથી અર્થતંત્રમાં ગ્રોથ સ્ટેબલ થયો. ધિરાણ આપવા આઘીપાછી થતી બેન્કો હવે લિક્વીડીટી વધતા ધિરાણ આપવા આગળ આવી.


દેવેન ચોક્સીના મતે સરકાર જો મોટા પ્રોજેક્ટને આગળ ધપાવે તો વ્યક્તિના હાથમાં નાણા આવે. લૉન્ગ ટર્મ કેપિટલ ગેન ટેક્સને કારણે લોકોને વધુ મુશ્કેલી. સિક્યોરીટી ટેક્સ લીધા બાદ LTCG ટેક્સ વસૂલી ખરેખર વ્યાજબી નથી.


દેવેન ચોક્સીના મુજબ સિઈકોનોમી 2થી5 ટ્રિલિયન ડોલર તરફ વળી રહી છે ત્યારે મિડ કંપનીના હાથમાં પૈસા હોવા જરૂરી. હાઉસીંગ ફાઈનાન્સ સેક્ટર પર ધ્યાન રાખવું જોઈએ. ઓટોના આકડા સ્પષ્ટ નિર્દશ આપે છે ગ્રોથ પાછો ફરી રહ્યો છે.