બજાર » સમાચાર » માર્કેટ આઉટલુક - ફન્ડામેન્ટલ

માર્કેટમાં રોકાણ ન કર્યું હોય તો હાલ ચિંતા ન કરો: દેવાંગ મહેતા

ના રોજ પ્રકાશિત Tue, 12, 2020 પર 11:35  |  સ્ત્રોત : CNBC-Bajar

આજના કારોબારી સત્રના દિવસે ઘરેલૂ બજારમાં ઘટાડાની સાથે થતી જોવામાં આવી રહી છે. આગળ માર્કેટમાં કેવી ચાલ રહેશે તે જાણીશું સેન્ટ્રમ વેલ્થ મેનેજમેન્ટના દેવાંગ મહેતા પાસેથી.


દેવાંગ મહેતાનું કહેવુ છે કે આવનારા બે-ત્રણ મહિનામાં માર્કેટમાં ઉતાર-ચઢાવ રહેશે. એપ્રિલ-જુન ત્રિમાસિકના પરિણામ ઘણાં ખરાબ આવશે. વૈશ્વિક બજારમાં પણ ઉતાર-ચઢાવ જોવા મળશે. માર્કેટમાં આવેલા ઘટાડા બાદ ફરી ખરીદી પણ જોવા મળી હતી. કોરોનાને કારણે માર્કેટમાં આટલો ઘટાડો અપેક્ષિત ન હતો.


દેવાંગ મહેતાના મતે માર્કેટમાં રોકાણ ન કર્યું હોય તો હાલ ચિંતા ન કરો. આવનારા સમયમાં ઘણાં પરિવર્તન આવશે તે માટે પોર્ટફોલિયો પણ બદલાશે. લોકોની વર્તણુક બદલાશે તેના કારણે બિઝનેસ બનશે. હેલ્થકેરમાં ઓવરવેઈટ છીએ. ટોચની પ્રાઈવેટ બેન્કમાં પણ એક્સપોઝર લેવું જોઈએ.


દેવાંગ મહેતાનું માનવુ છે કે લોકોને તકલીફો છે જેથી વાહનો જેવી વસ્તુઓ ઓછી ખરીદશે. બીજો વિચાર છે કે લોકો પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ ઓછો કરે. લોકો સસ્તી ગાડીઓ પોતાના પરિવાર માટે લઈ શકે. MNC ફાર્મા કંપનીને પ્રાથમિકતા અમે આપીએ છીએ. ડોયગ્નોસ્ટિક કંપનીમાં પણ અમારું એક્સપોઝર છે.


દેવાંગ મહેતાના મુજબ કન્ઝ્યુમર ફાઈનાન્સ પર 6 મહિનાના અસર રહેશે. કન્ઝ્યુમર ફાઈનાન્સમાં 6 મહિનાની રાહ જુઓ પછી રોકાણ માટે વિચારો. ઈન્શ્યોરન્સમાં આપણે વેઈટેજ વધારવું જોઈએ. જનરલ, લાઈફ અને મેડિકલ ઈન્શ્યોરન્સમાં રોકાણ કરી શકાય. હાલમાં પ્રિમિયમ ભરવાની સમસ્યાઓ થઈ છે. એકાદ ત્રિમાસિકમાં ઈન્શ્યોરન્સમાં થોડી સમસ્યા આવી શકે છે.