બજાર » સમાચાર » માર્કેટ આઉટલુક - ફન્ડામેન્ટલ

બજેટ, ચૂંટણી જેવા વિવિદ મુદ્દાને લીધે માર્કેટમાં ઉતાર-ચઢાવ રહેશે

ના રોજ પ્રકાશિત Mon, 07, 2019 પર 10:13  |  સ્ત્રોત : CNBC-Bajar

બજારની શરૂઆત સારા વધારાની સાથે થઈ છે. શરૂઆતી કારોબારમાં સેન્સેક્સ 0.88 ટકા અને નિફ્ટીમાં 0.87 ટકાનો વધારો જોવાને મળી રહ્યો છે. આગળ માર્કેટની ચાલ કેવી રહેશે તે જાણીશું કે આર ચોક્સીના દેવેન ચોક્સી પાસેથી.


દેવેન ચોક્સીનું કહેવુ છે કે ચીનનું અર્થતંત્ર સ્થિર થશે તો પોઝિટિવિટી આવશે. ચીનમાં સ્થિતિ સુધરશે એટલે કૉમોડિટીની કિંમતો પણ સ્થિર થશે. 2019 માટેની શરૂઆત સારી થઈ છે. વૈશ્વિક માર્કેટ સ્લોડાઉનમાંથી બહાર આવવાનો પ્રયત્ન કરી રહી છે.


દેવેન ચોક્સીના મતે ડોલર નરમાશ બતાવશે એટલે ત્યાંથી પૈસા બહાર નીકળીને અન્ય જગ્યાએ આવશે. આપણા અને અન્ય અર્થતંત્ર વચ્ચે ગ્રોથનો જ તફાવત છે. આપણા માર્કેટને સ્થિર રાખવા માટે સ્થાનિક રોકાણનો પ્રવાહ જાળવવો પડશે. બજેટ, ચૂંટણી, ચોમાસુ જેવા વિવિદ મુદ્દાને લીધે ઉતાર-ચઢાવ રહેશે.


દેવેન ચોક્સીનું માનવુ છે કે સેક્ટર પર ધ્યાન આપવું હાલ જરૂરી નથી લાગી રહ્યું. રિટેલને લેન્ડિંગ કરનારી કંપનીઓને વધારે નુકસાન નહીં થાય. સેક્ટરને જોવા કરતા સ્ટોકને જોવું વધુ મહત્વનું છે. માઈનિંગ, પાવર સેક્ટરના બિઝનેસ ચાલી રહ્યા છે. જીએસટીને લીધે કમર્શિયલ વાહનોનું વેચાણ પણ વધ્યું છે. કન્સ્ટ્રક્શન બિઝનેસમાં ઓર્ડર બૂક સ્થિર છે.


દેવેન ચોક્સીના મુજબ આવનારા પાંચ વર્ષના સમયમાં મોટા પ્રોજેક્ટ્સ ઓપન થશે. ઘણાં ઓટો સેક્ટરના વેલ્યુએશન નીચે આવ્યા છે. સિલેક્ટ ફાર્મા અને આઈટી કંપનીમાં રોકાણ કરી શકાય છે. કન્ઝ્યુમર્સનો ગ્રોથ એફએમસીજીને અસર કરશે. એફએમસીજીમાં બે વર્ષ બાદ ઘણું સારું રિટર્ન મળવાની આશા છે.