બજાર » સમાચાર » માર્કેટ આઉટલુક - ફન્ડામેન્ટલ

2018માં અર્નિંગ ગ્રોથ સારો જોવા મળી શકે: હેમાંગ જાની

ના રોજ પ્રકાશિત Wed, 10, 2018 પર 10:57  |  સ્ત્રોત : CNBC-Bajar

નિફ્ટી 10655.5 સુઘી પહોંચવામાં કામયાબ થયા જ્યારે સેન્સેક્સે 34566 ના નવા રિકૉર્ડ ઊપરી સ્તર પહોંચ્યા છે. રિકૉર્ડ સ્તરોએ પહોંચ્યા બાદ હવે સેન્સેક્સ અને નિફ્ટીની ચાલ સુસ્ત થઈ ગઈ છે. આગળ માર્કેટની ચાલ કેવી રહેશે તે જાણીશું શેરખાનમાં રિટેલ બિઝનેસના સીનિયર વાઇસ પ્રેસિડન્ટ હેમાંગ જાની પાસેથી.


હેમાંગ જાનીનું કહેવુ છે કે ક્રુડના તેલના વધેલા ભાવથી ભારતીય અર્થતંત્ર પર નેગેટિવ અસર જોવા મળી શકે છે. ક્રુડના તેલના ભાવ 70 ડોલરની ઉપર સેટલ થાય તો તેની માઠી અસર જોવા મળે છે. 2018માં અર્નિંગ ગ્રોથ સારો જોવા મળી શકે છે. એસઆઈપી મારફત રૂપિયા 7 હજાર કરોડ દર મહિને માર્કેટમાં આવી રહ્યા છે. 2018માં અર્નિંગ ગ્રોથ સારો દેખાશે તો એફઆઈઆઈના ઈનફ્લો વધશે.


હેમાંગ જાનીનું કહેવુ છે કે ઈન્ફોસિસે કરેલા એડવાન્સ પ્રાઈસીંગ કોન્ટ્રેક્ટની સારી અસર જોવા મળશે. પરર્સિસ્ટન્ટ સિસ્ટમમાં ખરીદીની સલાહ બની રહી છે. સન ફાર્મા, ઓરોબિન્દો ફાર્મા, નાટ્કો ફાર્માંમાં ખરીદીની સલાહ બની રહી છે. ઈન્શ્યોરન્સ સેક્ટરમાં બજાજ ફિનસર્વમાં ખરીદીની સલાહ બની રહી છે. અરવિંદમાં ખરીદીની સલાહ બની રહી છે.