બજાર » સમાચાર » માર્કેટ આઉટલુક - ફન્ડામેન્ટલ

ભારતીય બજાર માટે અર્નિંગ્સ અને કમેન્ટ્રી ખાસ રહેશે

ના રોજ પ્રકાશિત Wed, 09, 2019 પર 10:38  |  સ્ત્રોત : CNBC-Bajar

ઘરેલૂ બજારની આજે વધારાની સાથે શરૂઆત થઈ છે. નિફ્ટીએ આજે ખુલતાની સાથે જ 10,869.10 દસ્તક આપી. આગળ માર્કેટની ચાલ કેવી રહેશે તે જાણીશું ટાટા ઈનવેસ્ટમેન્ટ કોર્પોરેશનના ઈનવેસ્ટમેન્ટ મેનેજર વિશાલ જાજૂ પાસેથી.

વિશાલ જાજૂનું કહેવુ છે કે ભારતીય બજાર ન તો બૂલ માર્કેટ છે ન તો બેર માર્કેટ છે. યુએસ ફેડની કમેન્ટ્રીના આધારે માર્કેટ મૂવ કરશે. અમેરિકામાં કંપનીના પરિણામો નીચે આવવાની અપેક્ષા છે. ભારતીય બજાર માટે અર્નિંગ્સ અને કમેન્ટ્રી ખાસ રહેશે.

વિશાલ જાજૂના મતે ક્વાર્ટર 3ના પરિણામો પર એક અસર જોવા મળશે. ચૂંટણીનું શોર્ટટર્મ રિએક્શન જ હોય છે. આખરે પરિણામો અને ફંડામેન્ટલ પર જ શેરની કિંમતો આધાર રાખે છે. ભારતની ટ્રક સપ્લાય કરતી કંપની, આઈટી કંપનીને અમેરિકાના સ્લોડાઉનની અસર થશે.

વિશાલ જાજૂનું માનવુ છે કે ભારતનું માર્કેટ એક્સપોર્ટ અને કોમોડિટી પ્રાઈસ દ્વારા જોડાયેલું છે. કોર્પોરેટ સેક્ટરને ધિરાણ કરતી બેન્કમાં રોકાણ કરી શકાય છે. મેન્યુફેક્ચરિંગ,ઈન્ફ્રા, કેપિટલ ગુડ્ઝ જેવા સેક્ટરમાં પણ રોકાણ કરી શકાય. મેન્યુફેક્ચરિંગ સેક્ટરે 70% ઉપરનું કેપેસિટી યુટિલાઈઝેશન કરે છે. કેપેસિટી વધી છે, પણ નવા પ્લાન્ટ નથી આવ્યા. કેપેસિટી વધારવા દરેક પ્રકારના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.

વિશાલ જાજૂના મુજબ આ ત્રિમાસિકમાં રૂપિયો અને  ક્રૂડની અસર દેખાશે. રો મટિરિયલ કિંમતોમાં ઉતાર-ચઢાવ જોવા મળ્યું હતું. ઓટોમાં આ વખતે વેચાણ ઓછું રહેતા ખરાબ પરિણામની આશા છે. પાવર, પાવર ડિસ્ટ્રીબ્યુશન સેક્ટરના પીઈ ઘટ્યા છે. એફએમસીજીમાં હાલમાં રોકાણની સલાહ નહી.