બજાર » સમાચાર » માર્કેટ આઉટલુક - ફન્ડામેન્ટલ

ઈકોનોમી સુધરતા સ્મોલ-મિડ કેપ સ્ટોક સુધરતા જણાય: પારસ એડનવાલા

ના રોજ પ્રકાશિત Tue, 14, 2020 પર 10:16  |  સ્ત્રોત : CNBC-Bajar

સેન્સેક્સ અને નિફ્ટીની શરૂઆત આજે થોડીક સુસ્તીથી થઈ છે. જોકે, મિડ અને સ્મૉલકૉપ શેરોમાં ખરીદી જોવા મળી રહી છે. આગળ માર્કેટની ચાલ કેવી રહેશે તે જાણીશું કેપિટલ પોર્ટફોલિયો એડવાઇઝર્સના એમડી, પારસ એડનવાલા પાસેથી.


પારસ એડનવાલાનું કહેવુ છે કે સ્મોલ કેપ અને મિડ કેપમાં બોટમ બની ગયા છે. 2020માં સ્મોલ કેપ અને મિડકેપમાં લાર્જ કેપ કરતા રેલી સારી જોવા મળી રહી છે. સપ્લાઇ સાઇડમાં જે છૂટ મળી છે તે માગમાં પણ મળવી જોઇએ. સ્પેશાલિટી કેમિકલ્સ પર પસંદગી કરી રહી છે. હાલના સ્તરથી એસ્કોર્ટસ આકર્ષક લાગે છે. રિયલ એસ્ટેટમાં હાલના સ્તરથી રોકાણની સલાહ બની રહી છે.


પારસ એડનવાલાનું કહેવુ છે કે નિકાસ કરતી જીએનએ એક્સલ્સમાં ખરીદીની સલાહ બની રહી છે. રીયલ એસ્ટેટમાં હજુ સુધારો આવતા વાર લાગશે, હાલમાં કંસોલિડેશન થઇ શકે છે. ચોથી ત્રિમાસીક સુધીમાં ઓટોમાં રિકવરી આવશે. એલએન્ડટી, કેન ફિન હોમ્સ હાલના સ્તરથી પસંદ બની રહી છે. હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઓ પણ પસંદ બની રહી છે. જિયો પૉલિટીક્સ ઇશ્યૂ ઘટવાને બદલે વધતા જશે. ફાર્મા સેક્ટરમાં યુએસએફડીએ સમસ્યા હજુ પણ છે.


પારસ એડનવાલાનું કહેવુ છે કે ઈકોનોમીમાં આગળ જતા સુધારો જોવા મળે તેવી ધારણા છે. ઈકોનોમી સુધરતા સ્મોલ કેપ, મિડ કેપ સ્ટોક સુધરતા જણાય છે. હાલના સ્તરે એસ્કોર્ટ પસંદ છે. નિકાસ કરતી GNA એક્સેલમાં ખરીદીની સલાહ બની રહી છે. રીયલ એસ્ટેટમાં હજુ સુધારો આવતા વાર લાગશે, હાલમાં કંસોલિડેશન ચાલી રહ્યું છે. રીયલ એસ્ટેટમાં ગોદરેજ પ્રોપર્ટી, શોભા, ઓબેરોય જેવી કંપની આગળ સુધરતી જણાશે.