બજાર » સમાચાર » માર્કેટ આઉટલુક - ફન્ડામેન્ટલ

હાલના ઘટાડામાં ખરીદારી માટે ઉત્તમ તક મળે: રાજ મહેતા

ના રોજ પ્રકાશિત Wed, 26, 2020 પર 10:25  |  સ્ત્રોત : CNBC-Bajar

સેન્સેક્સ અને નિફ્ટી આજે ઘટાડા સાથે શરૂ થયા છે. મિડકેપમાં ઘટાડો અને સ્મૉલકેપ શેરોમાં મામૂલી વધારો જોવા મળી રહ્યો છે. આગળ માર્કેટની ચાલ કેવી રહેશે તે જાણીશું PPFASના ફંડ મેનેજર રાજ મહેતા પાસેથી.


રાજ મહેતાનું કહેવુ છે કે ટ્રેડવોર, Brexit, ફેડના ટેપરીંગ જેવી ઘટના બાદ માર્કેટમાં નકારાત્કતા જોવા મળી છે. હાલના ઘટાડામાં ખરીદારી માટે ઉત્તમ તક મળે છે. વિકસીત એશિયા સહિત અમેરિકાના માર્કેટ પર અમારું ધ્યાન છે. વ્યાજના દર ઘણા નીચા છે, ઘણા દેશમાં તો વ્યાજ દર શૂન્ય છે.


રાજ મહેતાનું કહેવુ છે કે વોરેન બફેટે પણ બોન્ડ કરતા ઈક્વિટી માર્કેટ સારા રહેવાની આગાહી કરી છે. ગ્લોબલ બેન્કો ડેરિવેટિવમાં રોકાણ પર વધુ ધ્યાન આપે છે. ચોમાસુ લંબાઈ જતા અને પાક બગડતા ગામડાઓમાં માગ સુકાઈ ગઈ છે. ગ્રામીણ પ્રજા સોનામાં વધુ રોકાણ કરે છે.