બજાર » સમાચાર » માર્કેટ આઉટલુક - ફન્ડામેન્ટલ

0.25%ના રેટ કટની અપેક્ષા છે: દેવેન ચોક્સી

ના રોજ પ્રકાશિત Mon, 02, 2019 પર 10:53  |  સ્ત્રોત : CNBC-Bajar

સેન્સેક્સ અને નિફ્ટીમાં 0.3 ટકાથી વધારાનો વધારો દર્જ કરવામાં આવ્યો છે. આગળ માર્કેટની ચાલ કેવી રહેશે તે જાણીશું કે આર ચોક્સી સિક્યોરિટીઝના દેવેન ચોક્સીના પાસેથી.


દેવેન ચોક્સીનું કહેવુ છે કે કંપનીઓના ડૅટાનો ભાવ 20-30% વધવો જોઇએ. ભારતી એરટેલ અને વોડાફોન આઇડિયા માટે ચેલેન્જ રહેશે. રિલાયન્સ જિયો માટે એટલો પડકાર દેખાતો નથી.


દેવેન ચોક્સીના મતે ટેલીકોમ કંપની ભાવ વધારા મારફત આગામી ખર્ચ ઉપાડી શકશે. ટેક્નોલોજી અપગ્રેડ થતા ટેલીકોમ સેક્ટરની આગેવાની જીયો કરી શકશે. ટેલીકોમમાં ફાઈનાન્શિંગ રીસ્ટ્રક્ચરીંગ ચોક્કસ જોવા મળશે.


દેવેન ચોક્સીનું માનવુ છે કે ટેરફિ વધારાતા ટેલીકોમ કંપનીનું દેવુ પણ ઘટવા લાગશે જેનો લાભ બેન્કોને થઈ. હવેના સમયમાં GDPમાં સુધારો થવો જરૂરી. GDPમાં સુધારો ટેક્સ કલેક્શન વધારશે.


દેવેન ચોક્સીના મુજબ સરકાર દ્વારા ત્વરિત GSTમાં સુધારો લાવવામાં આવેતો વસૂલી પણ વધશે. 0.25%ના રેટ કટની અપેક્ષા છે.