બજાર » સમાચાર » માર્કેટ આઉટલુક - ફન્ડામેન્ટલ

ટૂંકાગાળા માટે માર્કેટ સારુ રહે તેવી ધારણા: વૈભવ સંધવી

ના રોજ પ્રકાશિત Fri, 07, 2020 પર 10:30  |  સ્ત્રોત : CNBC-Bajar

સપ્તાહના અંતિમ કારોબારી સત્રના દિવસે ઘરેલૂ બજારમાં ઘટાડાની સાથે થતી જોવામાં આવી રહી છે. સેન્સેક્સ 0.09 અને નિફ્ટીમાં 0.11 ટકાની નબળાઈ જોવામાં આવી રહી છે. આગળ માર્કેટની ચાલ કેવી રહેશે તે જાણીશું એવન્ડસ કેપિટલ અલ્ટરનેટ સ્ટ્રૅટજીસના કો-સીઈઓ, વૈભવ સંઘવી પાસેથી.


વૈભવ સંઘવીનું કહેવુ છે કે બજાર પર બજેટ, ગ્લૉબલ માર્કેટ, કોરોના વાયરસની અસર હતી. ડીડીટી દૂર કરવા જેવા ઘણા પૉઝિટીવ પગલા બજેટમાં લેવાયા. એફઆઈઆઈએસનું રોકાણ ચીનમાંથી ભારત તરફ આવી શકે છે. ગઈકાલની આરબીઆઈની પોલિસી પણ ઘણી સારી રહી.


વૈભવ સંઘવીના મતે ટૂંકાગાળા માટે માર્કેટ સારુ રહે તેવી ધારણા છે. એનસીએલએટીમાં સમસ્યા સુધરતી રહી છે પરિણામે બેન્કિંગ સેક્ટરમાં પણ સુધારો છે. બજેટમાં માગ વધારવા માટે ઘણા પગલાઓ લેવામાં આવ્યા. એનબીએફસીએસની મોટી સમસ્યા આપણે જોઈ ચૂક્યા છીએ, હવે સુધારો નિકટમાં છે.


વૈભવ સંઘવીનું માનવુ છે કે બેન્કિંગ અને ફાઇનાન્સમાં સારી તક જોવા મળશે. સોવરિન ફંડના માધ્યમથી ગ્લોબલ રોકાણ ભારતમાં આવશે. ક્રેડિટ ગ્રોથ, રેટ કટનું ટ્રાન્સમિશનના પરીબળો સુધરે તો તેની ચોક્કસ પૉઝિટીવ અસર રહેશે.