બજાર » સમાચાર » માર્કેટ આઉટલુક - ફન્ડામેન્ટલ

માર્કેટમાં લાલ દરિયો, શું કહી રહ્યા છે જાણકારો

ના રોજ પ્રકાશિત Tue, 06, 2018 પર 11:11  |  સ્ત્રોત : CNBC-Bajar

વૈશ્વિક બજારમાં જોરદાર વેચવાલીને લીધે ભારતમાં કડાકો. નિફ્ટીના તમામ 50 સ્ટૉક્સ ઘટાડા સાથે ખૂલ્યા. છેલ્લા અમુક વર્ષનો સૌથી મોટો એકદીવસીય ઘટાડો છે.

સેન્ટ્રમ વેલ્થ મેનેજમેન્ટના ઇક્વિટી એડવાઇઝરી હેડ દેવાંગ મહેતાના મતે ગઇકાલે ડાઓ જોન્સમાં મોટો ઘટાડો, રોજગારના આંકડા પોઝિટીવ છે. વ્યાજ દરમાં વધારો ટૂંક સમયમાં છે. બજેટ દ્વારા નિરાશા, ગ્લોબલ માર્કેટ સંકેતની અસર ભારતીય માર્કેટ પર છે. હાલના સ્તરે પ્રાઇવેટ સેક્ટર બેન્ક્સમાં રોકાણ યોગ્ય છે. હાલના સ્તરે બે-ત્રણ તબક્કામાં રોકાણ કરવું યોગ્ય છે. 8-9% માર્કેટ કરેક્શન જોવા મળી ચૂક્યું છે. લાર્જકેપ, બીએસઈ 100ના સ્ટૉક્સમાં રોકાણ યોગ્ય છે. ઑટો અને બેન્કિંગ શેરો પસંદગીના શેરો છે.  

એવેન્ડ્સ કેપિટલ અલ્ટરનેટ સ્ટ્રેટજીક્સના સીઓ-સીઈઓ અને ફંડ મેનેજર વૈભવ સંઘવીના મતે ભારતીય માર્કેટ પર બજેટ અને વૈશ્વિક માર્કેટની અસર જોવા મળી રહી છે. રેટ હાઇક થશે તેમ ઇક્વિટી માર્કેટ પર અસર થતી જોવા મળશે. આવનાર સમયમાં માર્કેટને અર્નિંગ સપોર્ટ કરતાં જોવા મળશે. હાલના સ્તર પર માર્કેટ ત્રણથી પાંચ વર્ષ માટે રોકાણની તક રહેલી છે.


પ્રભુદાસ લિલાઘરના જૉઇન્ટ એમડી અમિષા વોરાનું કહેવુ છે કે માર્કેટ છેલ્લા ઘણા ક્વાટરથી ઊંચાઇ પર હતુ, કરેક્શનનું કારણ જોઇતુ હતુ. માર્કેટમાં હાલ લાર્જ કેપમાં ફોકસ કરવુ જોઇએ. ઑટો સેક્ટર, સિમેન્ટ અને આઈટી પર પસંદગી છે. બેન્કમાં રિકેપિટલાઇઝેશન બાદ ફરી મૂડી ઊભી કરવા પ્રયત્ન કરવા પડશે. માર્કેટમાં કંસોલિડેશનનો સમય ચાલુ રહેશે.

ડીબીએસ બેન્કના ઇકોનૉમિસ્ટ રાધિકા રાવનું કહેવુ છે કે આ વર્ષમાં યુએસમાં ઇન્ફ્લેશન પણ વધુ થશે. ગ્લૉબલ માર્કેટ પર ઇન્ફ્લેશનનું દબાણ વધ્યુ છે. ગ્લૉબલ માર્કેટની અસર એશિયાના બજારમાં જોવા મળી છે. એફઆઈઆઈએસનો ડૅટ માર્કેટમાં વધુ આઉટ ફ્લૉ જોવા નથી મળ્યો. રૂપિયામાં સ્થિરતા જોવા મળશે તો સુધારો શક્ય.

Independent ફાઇનાન્શિયલ કંસલ્ટન્ટ વી અનંત નાગેશ્વરનના મતે ગ્લૉબલ માર્કેટનો ભય સમગ્ર વિશ્વમાં છે. પોવેલે અગાઉ મોનેટરી પોલિસી અંગે અણગમો વ્યક્ત કર્યો હતો. વર્ષોથી ચાલતુ આવ્યું છે કે તેજી બાદ મંદી આવે જ છે. સોનાના ભાવ પણ છેલ્લા પાંચ વર્ષથી દિશા શોધી રહ્યા હતા હવે તેને દિશા મળી. ઈએમ માર્કેટ પણ ગ્લોબલ માર્કેટનું અનુસરણ કરશે.