બજાર » સમાચાર » માર્કેટ આઉટલુક - ફન્ડામેન્ટલ

ખેડુતોને વાર્ષિક 6 હજાર આપવામાં આવશે: પ્રદીપ શાહ

ના રોજ પ્રકાશિત Mon, 04, 2019 પર 10:45  |  સ્ત્રોત : CNBC-Bajar

ઇન્ડએશિયા ફંડ એડવાઇઝરના ચેરમેનર એન્ડ ફાઉન્ડર પ્રદીપ શાહનું કહેવુ છે કે અર્થતંત્ર માટે બજેટ આ સારું બજેટ છે જે સ્પષ્ટ પણ દેખાય છે. આયોજિત ખર્ચમાં વધારો કર્યો છે. રેવેન્યુ ખર્ચ પણ વિચારીને કર્યો છે. ટેક્સમાં પણ વધારો કર્યો નથી, સામાન્ય ઘટાડો કર્યો છે. આ એક વિશિષ્ટ બજેટ છે. નાણાંકીય ખાધ 3.4 રાખી છે જે વધારે નથી. જાન્યુઆરીમાં જોયુ તેમ જીએસટીથી આવક 1 લાખ કરોડને પાર રહી છે. ચૂંટણીને ધ્યાનમાં રાખીને બજેટ બનાવ્યું છતાં અર્થતંત્ર પણ ધ્યાન રાખ્યું છે.


ખેડુતોને વાર્ષિક 6 હજાર આપવામાં આવશે જેથી તેમને રાહત મળશે. 10 કરોડ લોકો માટેની પેન્શન યોજના પણ ખુબ સારી છે. ઓછી આવક ધરાવતા લોકોને રાહત આપવમાં આવી છે. નાના ખેડુતોને પણ રાહત આપવામાં આવી છે. કન્ઝમ્પશન ડિમાન્ડના કારણે અર્થતંત્ર સુધરશે. રેલવે કેપિટલ એક્સપેન્ડિચર માટે 21 ટકા વધાર્યો તથા હાઈવે માટે 6 ટકાનો વધારો કર્યો છે.


મૂડી ખર્ચ વધશે તથા ખેડુતોની આવક વધતા વિકાસ થશે. ડાયરેક્ટ ઈન્કમ આપવાથી અર્થતંત્રને ઝડપી ગ્રોથ મળશે. સરકારની આવક વધતા ખેડૂતોને અપાતી રાહતમાં પણ વધારો થશે. અનઓર્ગનાઈઝ સેક્ટરને ફાયદો જરૂર થશે. ઈઝઓફ ડુઈન્ગ બીઝનેસ અને ઈઝ ઓફ લિવિંગનો વાયદો સરકાર ભુલી ગઈ છે. ઈઝ ઓફ ડુઈન્ગ અને ઈઝ ઓફ લિવીંગ પર ફોક્સ કરવુ જોઈએ. નેશનલ હાઈવે માટે 6 ટકા બજેટ વધારવામાં આવ્યું છે.


ઈન્ફ્રાસ્ટ્રકચર સુધરતા ટોલ પણ વધી ગયા છે જેથી પૈસા અને સમય ખર્ચ થાય છે. મોદી સરકારની યોજનાઓ સારી છે પરંતુ અમલીકરણમાં ખામી છે. બ્યુરોકસીના કારણે લોકોને મુશ્કેલી પડી રહી છે. વર્કિંગ કેપીટલ વધતા અને બેન્કનો સપોર્ટ ઘટતા મુશ્કેલી વધી છે. રિયલ એસ્ટેટમાં ટેક્સ ઘટાડવાથી સમસ્યાનો ઉકેલ નહી આવે. રિયલ એસ્ટેટમાં વેચાણ ઓછુ છે તથા ડિમાન્ડ ઘટી છે. રિયલ એસ્ટેટને નુકશાન થતા બેન્કોને પણ નુકાશન થશે.


મોનીટરી પોલીસીમાં ફક્ત ઈન્ફલેશન પર ધ્યાન રાખવું જોઈએ નહી. મોનીટરી પોલીસીમાં ભાવના વધઘટ અને રોજગારી વધારવા પર ધ્યાન રાખવું જોઈએ. સિસ્ટમમાં પૈસા ઓછા રાખવાથી ઈન્ફલેશન ઘટશે એવું જરૂરી નથી. આઈબીસીનું અમલીકરણ નબળુ રહ્યું છે. એસાર સ્ટીલનો કેસ પણ બે વર્ષથી ચાલી રહ્યું છે. 12 જોટલા મોટા કેસોમાંથા માત્ર 2 કેસ સોલ્વ થયા છે. લોકોને ડાયરેક્ટ પૈસા પહોચાડવાના કારણે ઝડપી ગ્રોથ જોવા મળશે.


ચૂંટણીને કારણેમાર્કેટ માં અનિશ્રિતતા છે. આઈટી સેક્ટરના પરિણામો ઘણા સારા છે. તેમણે પોતાનું બીઝનેસ મોડલ બદલ્યું છે. ફાર્મા સેક્ટરના પરિણામો પણ સારા રહ્યા છે. નિકાસ આધારીત કંપનીઓના પરિણામ સારા જોવા મળ્યા છે. માત્ર નિકાસ પર આધાર રાખતી કંપનીઓ પર અસર પડી છે. કન્ઝયુમર ઓરીયન્ટેડ ઈન્ડસ્ટ્રી સારૂ પ્રદર્શન કરી શકે છે. બેન્કિંગ સેક્ટર પણ સારુ પર્ફોર્મ કરી રહી છે. લિક્વિડિટી ઓછી અને વ્યાજદર વધુ રાખવાથી અર્થતંત્રને નુકશાન થશે. નવા ગવર્નર ફક્ત ઈન્ફલેશનને ધ્યનમાં નહી રાખે તેવી આશા છે.