બજાર » સમાચાર » માર્કેટ આઉટલુક - ફન્ડામેન્ટલ

કોરોના વાયરસના ડરને હવે માર્કેટ પચાવી રહ્યું: વૈભવ શાહ

ના રોજ પ્રકાશિત Wed, 19, 2020 પર 10:25  |  સ્ત્રોત : CNBC-Bajar

બીએસઈના મિડકેપ ઈન્ડેક્સમાં 0.93 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે. તો સ્મોલકેપ શેર્સમાં ખરીદી જોવા મળી રહી છે. આગળ માર્કેટની ચાલ કેવી રહેશે તે જાણીશું મોનાર્ક નેટવર્થ કેપિટલના એમડી વૈભવ શાહ પાસેથી.


વૈભવ શાહનું કહેવુ છે કે ચીનમાં દર્દીઓની સંખ્યા 73 હજારને પાર થઇ શકે છે. હુબેઇમાં ગઇકાલે 132 લોકોના મૃત્યુ થઇ છે. હુબેઇમાં 1693 નવા કેસ સામે આવ્યા છે. હુબેઇમાં અત્યાર સુધી 1921 લોકોના મૃત્યુ થયા છે. સિંગાપોરમાં 80 થી વધુ કેસ સામે આવ્યા છે. ચીનામાં ટાટા મોટરના વેચાણ પર અસર જોવા મળી રહી છે. કોરોના વાયરસના ડરને હવે માર્કેટ પચાવી રહ્યું છે.


વૈભવ શાહના મતે કોરોના વાયરસથી ચીનના જીડીપી આંકડા ખરાબ આવી શકે છે. જેની આસર સમગ્ર ગ્લૉબલ માર્કેટ પર પડશે. ચીન પણ અન્ય શહેરમાં મૂકાયેલા પ્રતિબંધ ધીરે ધીરે ઉપાડી રહી છે. ઓટો સેક્ટરમાં ગ્રોથ ઘટતા સેલઓફનું પ્રમણ વધ્યું છે. એપીઆઈ બનાવવાના બધા ઝટકો ચીના માંથી આવે છે પરિણામે પેરાસિટામોલના ભાવ વધ્યા છે.


વૈભવ શાહનું માનવુ છે કે એપીઆઈ બનાવતી ડિવીઝ લેબને તંગીનો લાભ મળશે. રસાયણ બનાવતી કીરી ઇન્ડ, બોદલ કેમિકલ કંપનીને પણ લાભ થશે. વોડાફોન આઈડિયા નાદારી જાહેર કરે તો બેન્કો ફરી તકલીફમાં આવી શકે છે. વોડાફોન જો દેશ માંથી નીકળી જશે તો તેના ગ્લોબલ સંકેત નેગેટિવ જશે. વધતી મેંઘવારીને ધ્યાનમાં લઇને રેટ કરની શક્યતા નહિવત છે.


વૈભવ શાહનું કહેવું છે કે સુપ્રિમ કોર્ટના આદેશ પ્રમાણે DoTને રૂપિયા 10000 કરોડની ચૂકવણી કરી છે. ટેલિકોમ કંપનીઓને બેન્ક ગેરેન્ટી જપ્ત થશે. ટેલિકોમ વિભાગ આજે નિર્ણય લઇ શકે છે. રૂપિયા 9500 કરોડ એરટેલના વતી ચૂક્વાયા છે. રૂપિયા 500 કરોડની રકમ ભારતી હેક્સાકોમ વતી ચૂક્વાયા છે. હજૂ પણ આંતરિક સમીક્ષાની પ્રક્રિયા બાકી છે. બાકીની રકમ ચૂક્વાશે ત્યારે વધુ વિગત આપવામાં આવશે.