બજાર » સમાચાર » માર્કેટ આઉટલુક - ફન્ડામેન્ટલ

બજેટમાં રૂરલ પર ફોકસ આપે તે જરૂરી: હેમંત કાનાવાલા

ના રોજ પ્રકાશિત Tue, 21, 2020 પર 10:43  |  સ્ત્રોત : CNBC-Bajar

આજના કારોબારી સત્રના દિવસે ઘરેલૂ બજારમાં ઘટાડાની સાથે થતી જોવામાં આવી રહી છે. સેન્સેક્સ અને નિફ્ટીમાં 0.2 ટકાની નબળાઈ જોવામાં આવી રહી છે. આગળ માર્કેટની ચાલ કેવી રહેશે તે જાણીશું કોટક લાઇફ ઇન્શોયરન્સના હેડ ઓફ ઇક્વિટી હેમંત કાનાવાલા પાસેથી.


હેમંત કાનાવાલાનું કહેવુ છે કે ઑટોમાં ભાવ વધારો આવશે તો ફરી માગ ઘટશે. અર્થતંત્ર માટે હજુ આવનારા 3-6 મહિના પડકારરૂપ રહેશે. સરકારના લીધેલા પગલાની અસર લાંબાગાળે જોવા મળશે. હોમ લોન હાલમાં ઘણા નીચે છે.


હેમંત કાનાવાલાના મતે ગ્લૉબલ ઇકોનૉમીની અસર ભારતીય અર્થતંત્ર પર પણ જોવા મળી. ગ્લૉબલી મેટલ ભાવ વધતા ભારતમાં પણ ભાવ વધ્યા. USમાં વેચાણ પર આધારિત કંપનીઓ પર અમારૂ હાલ ઓછુ ફોકસ છે. ફાર્મા સેક્ટરમાં ક્ષેત્ર કરતા કંપનીઓ પર ધ્યાન આપવાની સલાહ છે.


હેમંત કાનાવાલાના મુજબ FMCGમાં હાલ વેલ્યૂએશન હજુ મોંઘા છે. ગ્રામીણ વિસ્તારમાં હાલમાં પોઝિટિવ માહોલ જોવા મળી રહ્યો છે. રિયલ એસ્ટેમાં ટેક્સ છૂટ પર બજેટમાં ફોકસ રહેશે. બજેટમાં રૂરલ પર ફોકસ આપે તે જરૂરી છે.