બજાર » સમાચાર » માર્કેટ આઉટલુક - ફન્ડામેન્ટલ

માર્કેટમાં ઉતાર-ચઢાવ ચાલુ રહેશે એટલે લાંબાગાલા માટે આયોજન કરો

ના રોજ પ્રકાશિત Fri, 04, 2019 પર 11:11  |  સ્ત્રોત : CNBC-Bajar

શરૂઆતી કારોબારમાં ઘરેલૂ બજારોમાં વધારાની સાથે કારોબાર જોવાને મળી રહ્યો છે. નિફ્ટી 10700 ની ઊપર પહોંચ્યો છે જ્યારે સેન્સેક્સમાં 104 અંકોથી વધારાનો વધારો દેખાયો છે. આગળ માર્કેટની ચાલ કેવી રહેશે તે જાણીશું વિનસોલ ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર્સના ડિરેક્ટર અમિષ મુનશી પાસેથી.

અમિષ મુનશીનું કહેવુ છે કે યુએસ-ચીનના બજારની ચિંતા કરવાની જરૂર નથી. ઇમર્જિંગ માર્કેટ પણ ડાઉન છે. ક્રૂડ ભારત જેવા અર્થતંત્ર માટે સારું છે. સારો ગ્રોથ ધરાવતા દેશોમાં રોકાણ આવી શકે છે. વૈશ્વિક ચિંતા વધે છે એટલે ઈમર્જિંગ માર્કેટમાંથી નાણાં ખેંચાય છે.

અમિષ મુનશીના મતે વૈશ્વિક ઉતાર-ચઢાવ બાદ ઈમર્જિંગ માર્કેટમાં સ્થિરતા આવશે. ભારતની આંતરિક માગ સારી છે એટલે વૈશ્વિક પરિબળો પર આધારીત નથી. ગ્રોથ ધીમો પડે એટલે કોમોડિટી પ્રાઈસ નીચી રહે છે. ફેબ્રુઆરી એપ્રિલની ક્રેડિટ પોલિસીમાં વ્યાજકાપ આવી શકે છે. આ વૈશ્વિક મંદી નથી, પણ ગ્રોથ ધીમો પડી રહ્યો છે. એનો અર્થ એવો છે કે વૈશ્વિક માગ રહેશે.

અમિષ મુનશીનું માનવુ છે કે ભારતનો એવરેજ ગ્રોથ 7% જેટલો છે. એનબીએફસીએસનો માર્કેટ શેર હવે બેન્કો પાસે જઈ રહ્યો છે. આવનારા સમયમાં પ્રાઈવેટ કેપેક્સ પણ આવશે. માર્કેટમાં ચૂંટણી પહેલા અને પછીની એમ બે સ્ટોરી રહેશે. કન્ઝમ્પશન ગ્રોથ વધારે આવશે. કોર્પોરેટ ફેસિંગ બેન્કમાં પણ રોકાણની તક છે. કોસ્ટ નીચી લાવવા માટે આઈટીની જરૂર પડશે.

અમિષ મુનશીના મુજબ સ્લોડાઉન આવશે તો આઈટી માટે તકોમાં વધારો થશે. ફાર્મામાં હવે ઘણી સમસ્યાઓ દૂર થઈ રહી છે. માર્કેટમાં ઉતાર-ચઢાવ ચાલુ રહેશે એટલે લાંબાગાલા માટે આયોજન કરો. ચૂંટણીના પરિણામની અસર બે-ત્રણ દિવસ સુધી રહેશે. કોઈપણ સરકાર આવે ભારતના ગ્રોથનો રસ્તો અને દિશા જળવાયેલી છે.