બજાર » સમાચાર » માર્કેટ આઉટલુક - ફન્ડામેન્ટલ

ક્વાર્ટર 3 સુધી ફાર્મા સેક્ટરની કામગીરી નરમ રહે તેવુ અનુમાન: યોગેશ મહેતા

ના રોજ પ્રકાશિત Tue, 13, 2018 પર 10:53  |  સ્ત્રોત : CNBC-Bajar

નિચલા સ્તરોથી સારી રિક્વરીની બાદ હવે સેન્સેક્સ અને નિફ્ટી 0.15 ટકાના વધારાની સાથે કારોબાર કરી રહ્યા છે. આગળ માર્કેટની ચાલ કેવી રહેશે તે જાણીશું મોતીલાલ ઓસવાલ સિક્યોરિટીઝના એવીપી યોગેશ મહેતા પાસેથી.


યોગેશ મહેતાનું કહેવુ છે કે સીપીઆઈ, આઈઆઈપીના આંકડા પરથી ઓર્ડર ઈનફ્લો વધવાના સંકેત મળ્યા છે. પીએસયૂ બેન્ક ભલે સસ્તા મળતા હોય પણ નવી ખરીદીથી દૂર રહેવાની સલાહ મળી રહી છે. રોકાણકારો માટે ટીસીએસ હંમેશા સારી તક પૂરી પાડી છે. અમેરિકામાં આયાત જકાત વધારાતા ભારતની નિકાસ સંકોચાઈ છે. નાણકિયા વર્ષ 2019ના 3 ક્વાર્ટર સુધી ફાર્મા સેક્ટરની કામગીરી નરમ રહે તેવી ધારણા બની રહી છે.


હેવેલ્સમાં ખરીદીની સલાહ મળી રહી છે. પરિણામ લીક થવાથી કંપનીના ફંડામેન્ટલ પર તેની અસર પડતી નથી. હાલના મોંઘવારીના આંકડા પરથી લાગે છે કે 2018ના પ્રથમ છમાસમાં વ્યાજ દર યથાવત રહેશે. બજાજ ફાઈનાન્સમાં ખરીદીની સલાહ બની રહી છે. આઈસીઆઈસીઆઈ બેન્ક, બ્રિટાનિયા, આરબીએલ બેન્કમાં ખરીદીની સલાહ બની રહી છે. ઓઈલ માર્કેટીંગમાં આઈઓસી, એચપીસીએલમાં ખરીદીની સલાહ શકો છો.


ઓટો સેક્ટરમાં મારૂતિ, M&Mમાં ખરીદીની સલાહ મળી રહી છે. બજાજ ઓટો, ટીવીએસ મોટરમાં ખરીદીની સલાહ મળી રહી છે. આઈશર મોટર્સમાં ખરીદીની સલાહ મળી રહી છે. ક્વાર્ટર 4 માં ગ્રોથ વધવાની શક્યતા સાથે વેચાણમાં 14 ટકા વૃધ્ધિની આશા છે. ગ્રામીણ વિકાસમાં મોટો ભાગ ભજવતી ઈમામીમાં ખરીદીની સલાહ મળી રહી છે.