બજાર » સમાચાર » માર્કેટ આઉટલુક - ફન્ડામેન્ટલ

મિડકેપ, સ્મોલકેપ ITમાં આગળ વધુ તક: યોગેશ ભટ્ટ

ના રોજ પ્રકાશિત Tue, 02, 2021 પર 11:25  |  સ્ત્રોત : CNBC-Bajar

શરૂઆતી કારોબારમાં સેન્સેક્સ 50,258.09 સુધી વધ્યા જ્યારે નિફ્ટીએ 14,884.70 સુધી ઉછળી છે. સેન્સેક્સ અને નિફ્ટીમાં 0.79 ટકાની ઊપર મજબૂતી સાથે જોવામાં આવી રહ્યા છે. આગળ માર્કેટની ચાલ કેવી રહેશે તે જાણીશું માર્કેટ એક્સપર્ટ યોગેશ ભટ્ટ પાસેથી.

યોગેશ ભટ્ટનું કહેવુ છે કે બૉન્ડ યીલ્ડ હલચલને કારણે ભારતીય બજારમાં કરેક્શન જોવા મળ્યું. બૉન્ડ યીલ્ડ વધવાથી ઇક્વિટી માર્કેટ પર તેની નેગેટિવ અસર છે. ક્રૂડની આયાત વધતા નાણાકીય ખાધ વધે છે. મોંઘવારીનો દર વધતો જોવા મળશે તો બોન્ડ યીલ્ડ વધશે.


યોગેશ ભટ્ટના મતે USમાં દર વધવાના સંકેત પાછળ EM કરતા USમાં રોકાણ કરવાનું FIIને પસંદ છે. ત્રિમાસીક નંબર્સે માર્કેટને પૉઝિટીવ સર્પ્રાઇસ આપ્યું. FY21 અનુમાન કરતા સારા નંબર્સ આપીને પુરૂ થયું. GST આંકડા પરથી ઈકોનૉમી સુધરવાના નિર્દેશ મળ્યા.


યોગેશ ભટ્ટનું માનવુ છે કે મેન્યુફેક્ચરિંગના આંકડા અનુમાન કરતા સારા રહ્યાં છે. મેન્યુફેક્ચરિંગના છેલ્લા 5-7 વર્ષમાં શૂન્ય રિટર્ન છે. બ્રોડ માર્કેટમાં કન્સોલિડેશન થવું જરૂરી છે. આવનારા 3 વર્ષ માટે મિડકેપ, સ્મોલ કેપ પસંદ છે.


યોગેશ ભટ્ટના મુજબ PLI સ્કીમ, આત્મનિર્ભર ભારતની સેક્ટર પર પૉઝિટીવ અસર થશે. Q3ના આંકડાઓમાં માર્જિન એક્પેન્શન જોવા મળ્યું છે. બ્રોડ લાર્જકેપમાં પ્રોફિટ બુકિંગની સલાહ છે. કેપિટલ ગુડ્સ, પાવરમાં લાંબાગાળાના રોકાણની સલાહ છે.


યોગેશ ભટ્ટનું કહેવુ છે કે ઑટોમાં એક્સપોર્ટ્સનું પ્રદર્શન વધુ સારૂ છે. મિડકેપ, સ્મોલકેપ ITમાં આગળ વધુ તક છે. ઇક્વિટી માર્કેટમાંથી રિયલ એસ્ટેટમાં પૈસા ટ્રાન્સફર થશે. વર્ક ફ્રોમ હોમના કલ્ચરથી રિયલ એસ્ટેટમાં તેજી છે.