બજાર » સમાચાર » માર્કેટ આઉટલુક - ફન્ડામેન્ટલ

ઈન્શ્યોરન્સમાં લાંબા ગાળે સારી તક રહેલી: યોગેશ ભટ્ટ

ના રોજ પ્રકાશિત Fri, 29, 2020 પર 13:01  |  સ્ત્રોત : CNBC-Bajar

આજના કારોબારી સત્રના દિવસે ઘરેલૂ બજારમાં ઘટાડાની સાથે થતી જોવામાં આવી રહી છે. આગળ માર્કેટની ચાલ કેવી રહેશે તે જાણીશું આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ એએમસીના સીનિયર ફંડ મૅનેજર યોગેશ ભટ્ટ પાસેથી.

યોગેશ ભટ્ટનું કહેવુ છે કે બેન્ક આરબીઆઈમાં વધારે નાણાં રાખી રહી છે. સિસ્ટમમાં રિસ્ક ઓફ જેવું વાતાવરણ ઊભું થઈ રહ્યું છે. બેન્કમાં હાલ રોકાણકારો વધુ નાણાં જમા કરાવી રહ્યા છે. લોકડાઉન ખુલ્યા બાદ અર્થતંત્રની સમિક્ષા કરવા પડશે.

યોગેશ ભટ્ટના મતે ઓટો હાલ એક રસપ્રદ ફેઝમાંથી પસાર થઈ રહ્યું છે. અર્થતંત્રમાં મોટો પડકાર માગને પુશ કરવાનો છે. સ્થાનિક અને રિટેલ રોકાણકાર આ વખતે ગભરાયા નથી.

યોગેશ ભટ્ટના મુજબ FIIsના વેચવાલી સામે DIIsનો ટેકો મળે છે. હાલ MFsમાં રિડમ્પશન સામાન્ય જોવા મળી રહી છે. ફાઈનાન્શિયલમાં ઓવરવેઈટની સલાહ છે. ઓટોમાં ન્યુટ્રલ છીએ પણ એન્સિલરીમાં ઓવરવેઈટ છે.

યોગેશ ભટ્ટનું માનવુ છે કે FMCGમાં હાલ અંડરવેઈટ છે. અમે ટેલિકોમમાં પહેલાથી જ ઓવરવેઈટ છીએ. વૈશ્વિક રોકાણકારો આ ફિલ્ડમાં હવે ભારતમાં આવી રહ્યા છે.

યોગેશ ભટ્ટના મતે કંપનીઓ ઘણી ઓછી છે એટલે જોઈને રોકાણ કરવું. ઈન્શ્યોરન્સ સેક્ટરમાં પેનિટ્રેશન ઘણું ઓછું છે. ઈન્શ્યોરન્સમાં લાંબા ગાળે સારી તક રહેલી છે. મિડકેપ હાલમાં એક નેગેટિવ ઝોનમાં છે.