બજાર » સમાચાર » માર્કેટ આઉટલુક - ફન્ડામેન્ટલ

સારા ચોમાસાથી ઇકોનોમી રિવાઇવલના સંકેત: દેવેન ચોક્સી

ના રોજ પ્રકાશિત Wed, 11, 2019 પર 10:40  |  સ્ત્રોત : CNBC-Bajar

શરૂઆતી કારોબારમાં ઘરેલૂ બજારોમાં વધારાની સાથે કારોબાર જોવાને મળી રહ્યો છે. નિફ્ટી 11000 ની ઊપર છે જ્યારે સેન્સેક્સમાં 69 અંકોનો વધારો દેખાયો છે. આગળ માર્કેટની ચાલ કેવી રહેશે તે જાણીશું કે આર ચોક્સી સિક્યોરિટીઝના દેવેન ચોક્સીની પાસેથી.


દેવેન ચોક્સીનું કહેવુ છે કે સારા ચોમાસાથી ઇકોનોમી રિવાઇવલના સંકેત છે. બજારમાં માગ ફરી આવવા પર આશા છે. બંધી કંપનીઓની બેલેન્સ શીટમાંથી ડેટ નીકળી રહ્યા છે. સરકાર ઓક્ટોબરથી ઈન્ફ્રા પ્રોજેક્ટમાં ખર્ચ કરવાનું શરૂ કરશે.


દેવેન ચોક્સીના મતે વર્લ્ડ ઈકોનોમીમાં ભારતનો ફાળો માત્ર 2%, ટ્રેડવોરથી ડરવાની જરૂર નથી. ઈકોનોમીમાં રિકવરી માટે સમય આપવો પડશે. જાહેર થયેલા વિચિત્ર બજેટથી ઈકોનોમી, માર્કેટની ગતિ રૂંધાઈ છે. CV સેગમેન્ટમાં સુધારાના સંકેત મળી રહ્યા છે, હાલમાં આ સ્ટોક ઘણા સસ્તા છે.


દેવેન ચોક્સીના મુજબ સરકાર સજાગ છે અને નિર્ણય લેવા તત્પર છે જે પોઝિટિવ વ્યુ છે. સરકાર સુધારા લાવે છે તો ઉંચા દંડ લાદીને શિસ્ત લાવવાનો વિચિત્ર પ્રયાસ છે. US ઇકોનોમીમાં ગ્રોથના સંકેત મળી રહ્યા નથી. હાલમાં ગ્રાહક ચતુર બની રહ્યો છે, નાણા ખર્ચ કરવાના બદલે બચત કરી રહ્યો છે.