બજાર » સમાચાર » માર્કેટ આઉટલુક - ફન્ડામેન્ટલ

ભારતીય અર્થતંત્ર માટે અત્યારે સારા સંકેતો: યોગેશ મહેતા

ના રોજ પ્રકાશિત Fri, 12, 2018 પર 10:48  |  સ્ત્રોત : CNBC-Bajar

બજારે સારી શરૂઆત કરી છે. સેન્સેક્સ 450 અંકોથી વધારે ઉછળો છે. જ્યારે નિફ્ટીમાં 150 અંકોની મજબૂતી દેખાય રહી છે. આગળ માર્કેટની ચાલ કેવી રહેશે તે જાણીશું મોતિલાલ ઓસવાલ સિક્યોરિટીઝમાં ઇક્વિટી એડવાઇઝરીના વીપી યોગેશ મહેતા પાસેથી.

યોગેશ મહેતાનું કહેવુ છે કે ભારતીય અર્થતંત્ર માટે અત્યારે સારા સંકેતો આવી રહ્યા છે. છેલ્લા અઠવાડિયાથી માર્કેટમાં રોલર કોસ્ટર રાઈડ ચાલે છે. એનબીએફસીએસ માટેની ચિંતા વધતા ઘટાડો આવ્યો હતો. સારા એનબીએફસીએસમાં ખરીદી કરી શકાય છે.

યોગેશ મહેતાના મતે ઓએમસીએસને પોર્ટફોલિયોમાં રાખવી બેધારી તલવાર જેવું છે. સરકારના નિર્ણયો કરતા ક્રૂડની અસર વધુ દેખાઈ છે. પહેલા માર્જિન વધુ હતું જે હવે ઘટી ગયા છે. સારી કંપનીઓ નીચા ભાવે મળે તો અનિશ્ચિતતા વાળી કંપનીઓથી દૂર રહો.

યોગેશ મહેતાના મુજબ રૂરલ કન્ઝમ્પશન, સારા ઓટો નંબર,મોંઘવારી માર્કેટમાં પોઝિટિવ સંકેત આપે છે. અશોક લેલેન્ડ હાલ ખરીદવાની તક છે. ઓટો કંપનીઓમાં હાલ ખરીદવાની સારી તક છે.