બજાર » સમાચાર » માર્કેટ આઉટલુક - ફન્ડામેન્ટલ

સરકારે મોટા રિફોર્મ કે બદલાવ ન કરવો જોઇએ: આનંદ શાહ

ના રોજ પ્રકાશિત Wed, 22, 2020 પર 10:53  |  સ્ત્રોત : CNBC-Bajar

આજના કારોબારી દિવસે ઘરેલૂ બજારમાં વધારો જોવામાં આવી રહી છે. સેન્સેક્સ અને નિફ્ટીમાં 0.3 ટકાથી વધારાનો વધારો દર્જ કરવામાં આવ્યો છે. આગળ માર્કેટની ચાલ કેવી રહેશે તે જાણીશું બીએનપી પારિબા મ્યુચ્યુઅલ ફંડના ડેપ્યુટી સીઈઓ અને હેડ ઓફ ઇન્વેસ્ટમેન્ટના આનંદ શાહ પાસેથી.

આનંદ શાહનું કહેવુ છે કે મર્યાદિત ફિસ્કલને કારણે ટેક્સમાં મોટા કાપની આશા નથી. LTCG અને ડિસ્ટ્રીબ્યુશન ડિવીડન્ડ ટેક્સ કાપ પૉઝિટીવ રહેશે. વર્તમાન આર્થિક સ્થિતિને જોતા સરકાર બજેટમાં ખાસ મોટી જાહેરાત કરશે નહિ.

આનંદ શાહના મતે સરકારે મોટા રિફોર્મ કે બદલાવ ન કરવો જોઇએ. અને ગ્રોથ રિકવરી પર ફોકસ કરવું જોઇએ. નવી નોકરીઓ લાવવા પર ફોકસ હોવું જોઇએ. બેન્કિંગ સિસ્ટમમાં NPA ક્લિન-અપ પ્રક્રિયા પણ સ્લોડાઉન માટે જવાબદાર છે. ભારતમાં પ્રગતિ માટે રોજગારીની તકો ઉભી કરવી જ એક માત્ર ઉપાય છે.

આનંદ શાહનું માનવુ છે કે સરકાર મુદ્રા હેઠળ લોન આપીને સમાજના નાના લોકોને આર્થિક સહાય કરી રહી છે. વૈશ્વિક સ્તર પર ક્રૂડના ભાવ, ટ્રેડ વૉરની ચિંતા હળવી થઇ. હાલ ઇન્ફ્રા પર ફોકસ છે. 2020નું માર્કેટ સ્ટૉક્સના બૉટમ-અપનું રહેશે. કન્ઝ્યુમર અને ઑટોમાં હાલ સ્લૉડાઉન છે.

આનંદ શાહના મુજબ સેક્ટર્સમાંથી સારી કંપનીઓને પસંદ કરવી યોગ્ય છે. મજબૂત કંપનીઓ વધુ મજબૂત અને નબળી કંપનીઓ માર્કેટમાં ગુમાવશે. ભારતનું ઉત્પાદન વિશ્વ કક્ષાના સ્તરે સ્પર્ધાત્મક નથી. FIIsનો ઇનફ્લો પૉઝિટીવ રહેશે.