બજાર » સમાચાર » માર્કેટ આઉટલુક - ફન્ડામેન્ટલ

બજારની દિશા ધીરે ધીરે આગળ વધશે: ભાવિન શાહ

ના રોજ પ્રકાશિત Tue, 21, 2017 પર 10:39  |  સ્ત્રોત : CNBC-Bajar

શરૂઆતી કારોબારમાં ઘરેલૂ બજારોમાં વધારાની સાથે કારોબાર જોવાને મળી રહ્યો છે. સેન્સેક્સ અને નિફ્ટી 0.07% ના મામૂલી વધારાની સાથે જોવામાં આવી રહી છે. નિફ્ટી 8890 ની નજીક છે, જ્યારે સેન્સેક્સ 18 અંકોની સાથે કારોબાર કરતો દેખાય રહ્યો છે. આગળ માર્કેટની ચાલ કેવી રહેશે તે જાણીશું સમિક્ષા કેપિટલના ફાઉન્ડર અને પ્રમોટર ભાવિન શાહ પાસેથી.

ભાવિન શાહનું કહેવુ છે કે વ્યાજદર આ સ્તરે જ યથાવત રહે એવી ઘણી સંભાવના છે. ક્રૂડ ઓઇલના ભાવ હાલની રેન્જમાં જ રહેશે. માર્કેટમાં ધીમી ગતિએ તેજી તરફી ચાલ જ રહેશે. આઈટીમાં આ સ્તરથી વધુ હવે મજબૂતી આગળ વધે એમ નથી લાગતું. હાઉસિંગ ફાઇનાન્સ પર ઘણા પોઝિટિવ છીએ, ઘટાડે ખરીદી કરી શકાય.

ભાવિન શાહના મતે આઈટી કંપનીઓ પર બાયબૅકનું દબાણ આવે એની પૂરી શક્યતા. ઇન્ફોસિસ પણ કૅશનો લાભ બાયબૅક મારફત રોકાણકારોને આપી શકે. ટ્રમ્પની કોર્પોરેટ-વ્યક્તિગત ટેક્સઘટાડાની યોજનાને લીધે એફઆઈઆઈએસ આકર્ષિત છે. મિડકેપમાં ઘણી તેજી આવી ચૂકી છે, સ્ટૉક્સની પસંદગી મુશ્કેલ છે.

ભાવિન શાહના મુજબ સિમેન્ટ સેક્ટરમાં ખાસ રિટર્ન નથી જોવા મળ્યા, રોકાણ નથી કર્યું. ટાટા મોટર્સમાં હેજિંગની રણનીતિ ખૂબ જ આશ્ચર્યજનક છે. એન ચંદ્રશેખરને ટીસીએસમાં હેજિંગની રણનીતિ બદલી હતી, ટાટા મોટર્સમાં પણ સંભવ છે.

ભાવિન શાહનું કહેવુ છે કે બજારની દિશા ધીરે ધીરે આગળ વધશે,નજીકના ભવિષ્યમાં વ્યાજના દર ઘટશે નહિ. હાલમાં જે વ્યાજ દર ઘટ્યા છે તેનો લાભ ચોક્કસ જોવા મળશે. બહુ મજબૂત નહિ પણ પોઝિટિવ દિશા તરફ માર્કેટનું પ્રયાણ. લાંબાગાળાના રોકાણકારો માટે કન્ઝ્યુમર સેક્ટર માટે સારી તક રહેલી છે. આઈટી સેક્ટર પર ડિવિડન્ડ, બાયબેક દ્વારા પે-આઉટનું દબાણ જોવા મળી શકે.

ભાવિન શાહનું કહેવુ છે કે ઈન્ફોસિસ પર પણ બાયબેકનું દબાણ જોવા મળશે. ટ્રમ્પે કોર્પોરેટ અને વ્યકિતગત ટેક્સ ઘટાડવાની વાત કરી છે તેનાથી ત્યાના બજારમાં રોકાણ વધ્યુ. મિડકેપ અને લાર્જકેપ સ્ટોકના ભાવ ખાસ્સા કોઈ અંતર રહ્યા નથી. સિમેન્ટ સેક્ટરમાં હાલમાં રોકાણ માટે ખાસ આકર્ષણ જણાતુ નથી.

ભાવિન શાહના મતે ટીસીએસ વિશ્ર્વમાં સારી પ્રતિષ્ઠા ધરાવતી કંપની છે,ચંદ્રાએ હેજીંગ કંપનીમાં ઘણા ફેરફાર કર્યા હતા. જગુઆરની માગ વિશ્ર્વભરમાં ઘણી છે, યોગ્ય હેજીંગના અભાવે લાભ ધોવાઈ જાય છે.