બજાર » સમાચાર » માર્કેટ આઉટલુક - ફન્ડામેન્ટલ

સબસીડીની લ્હાણી બંધ થતા, લિકેજ અટકતા ગ્રોથ રૂંધાયો: નિલેષ શાહ

ના રોજ પ્રકાશિત Tue, 19, 2019 પર 10:57  |  સ્ત્રોત : CNBC-Bajar

નિફ્ટી 11900 ની ઊપર છે જ્યારે સેન્સેક્સમાં 57 અંકોનો વધારો દેખાયો છે. સેન્સેક્સ અને નિફ્ટી 0.2 ટકાની મજબૂતીની સાથે કારોબાર કરી રહ્યા છે. આગળ માર્કેટની ચાલ કેવી રહેશે તે જાણીશું કોટક એએમસીના એમડી અને સીઈઓ, નિલેશ શાહની પાસેથી.


નિલેષ શાહનું કહેવુ છે કે રેરા રેગ્યુલેશનને કારણે બિલ્ડર્સને કન્ઝ્યુમર પ્રોટેક્શન વિશે ખબર પડી. GDP ગ્રોથના ઘટાડા પાછળ સરકાર દ્વારા લેવાયેલા ચોરી ડામવાના પગલા જવાબદાર છે. હજુ પણ આવક કરતા ખર્ચા વધુ છે પણ અગાઉ કરતા ઓછો છે.


નિલેષ શાહના મતે સરકારની સબસીડીની લ્હાણી બંધ થતા, લિકેજ અટકતા ગ્રોથ રૂંધાયો. બેન્કોની એનપીએ કરતા અટકાવાતા ગ્રોથની ગતિ ધીમી પડી. ભાવિ ઉજ્જવળ પ્રગતિ સાધવા માટે ગ્રોથને ધીમો પાડવો અનિવાર્ય હતો. ઉત્પાદકો જ્યારે ટ્રેડર બનતા અટકશે તો ગ્રોથ ચોક્કસ ફરી પાછો ફરશે.


નિલેષ શાહનું માનવુ છે કે બીજા ક્વાટરના પરિણામોમાં કંપનીઓનો ઓપરેટિંગ કેશ ફ્લો સુધર્યો છે. સતયુગના સમુદ્ર મંથનને હાલની સ્થિતિ સરખાવીએ તો પ્રથમ નીકળેલા ઝેરને સ્લોડાઉન ગણાવી શકાય. દરેક કંપનીઓ ખર્ચ ઘટાડીને ઉત્પાદિતા વધારવા પર ધ્યાન આપી રહી છે.


નિલેષ શાહના મુજબ RBIએ 135 bps જેટલો વ્યાજ દરમાં ઘટાડો કર્યો તો સામે બેન્કોએ માત્ર 35-40 bps જ ઘટાડ્યા. RBI જેટલો જ વ્યાજ દર બેન્કો ઘટાડશે તો વ્યાજ દર ચોક્કસ પાછો ફરશે. ટેલીકોમ સેક્ટરમાં પોલિસી અંગે સતત અનિશ્ચિતતા રહેલી છે.