બજાર » સમાચાર » માર્કેટ આઉટલુક - ફન્ડામેન્ટલ

રેટ કટ ગ્રોહકો સુધી પહોંચાડવા GST કાયદાઓમાં ફેરફાર કરવા પડશે: દેવેન ચોક્સી

ના રોજ પ્રકાશિત Mon, 09, 2019 પર 10:45  |  સ્ત્રોત : CNBC-Bajar

સેન્સેક્સ અને નિફ્ટીમાં 0.1 ટકાની નબળાઈ જોવામાં આવી રહી છે. આગળ માર્કેટની ચાલ કેવી રહેશે તે જાણીશું કે આર ચોક્સી સિક્યોરિટીઝના દેવેન ચોક્સીના પાસેથી.


દેવેન ચોક્સીનું કહેવુ છે કે એમપીસી પોલિસીના નિર્ણયનો અમલ થતા વાર લાગી રહી છે. રેટ કટનું ટ્રાન્સમિશન સંપૂર્ણપણે નહિ થાય ત્યાં સુધી રેટ કટ નહિ.


દેવેન ચોક્સીના મતે રેટ કટ ગ્રોહકો સુધી પહોંચાડવા GST કાયદાઓમાં ફેરફાર કરવા પડશે. GST ચૂકવવા માટે મહત્તમ 45 દિવસનો સમય મળે છે.


દેવેન ચોક્સીનું માનવુ છે કે સરકાર પાસે ટેક્સ ઘટાડવા માટે ખાસ અવકાશ નથી પરંતુ બજેટ પૂર્વે આંશિક રેટ કટ કરી ફીલગૂડ લાવી શકે. NCLTમાં જતા પૂર્વે કંપનીને રિવાઈવ કરવા માટે પગલા લેવા જોઈએ.


દેવેન ચોક્સીના મુજબ કાર્વિ કિસ્સામા રેગ્યુલેટરના ચાંપતા પગલા પણ કારોબાર ઠપ્પ થવો જોઈએ નહી. ઈકોનોમીનું કદ વધતા એસેટ મેનેજમેન્ટ, વીમા કંપનીનો કારોબાર વધે છે.