બજાર » સમાચાર » માર્કેટ આઉટલુક - ફન્ડામેન્ટલ

2018ના બજેટ પર જીએસટીની અસર જોવા મળશે: દિપક જસાણી

ના રોજ પ્રકાશિત Thu, 11, 2018 પર 10:51  |  સ્ત્રોત : CNBC-Bajar

સેન્સેક્સ અને નિફ્ટીની ચાલ સપાટ દેખાય રહી છે. નિફ્ટી 10630 ની આસપાસ છે જ્યારે સેન્સેક્સ 34450 ની નજીક છે. મિડકેપ અને સ્મૉલકેપ શેરોમાં પણ સુસ્તી જોવાને મળી રહી છે. આગળ માર્કેટની ચાલ કેવી રહેશે તે જાણીશું એચડીએફસી સિક્યોરિટીઝના રિટેલ રિસર્ચ હૅડ દિપક જસાણી પાસેથી.


દિપક જસાણીનું કહેવુ છે કે 2017નું વર્ષ ઈક્વિટી માર્કેટ સાથે જોડાયેલા દરેક માટે સારુ ગયું, ડ્રીમ ઈયર કહીએ તો નવાઈ નહિ. નિફ્ટીમાં અર્નિંગ ત્રણ વર્ષથી વધ્યા નથી. ક્વાર્ટર 4 અને ક્વાર્ટર 1 ના પરિણામ કેવા આવે છે તેના પર નજર રહેશે. જીએસટીનું કલેક્શન ઘણું રહેતા સરકાર પર આવકના સ્ત્રોત ઊભા કરવા દબાણ રહેશે. આ વખતનું બજેટ પોપ્યુલિસ્ટ નહિ આવે તેવી અમારી ધારણા છે. આ વખતે બજેટમાં કેપિટલ ગેઈન ટેક્સ લાગૂ થાય તેવી ધારણા બની રહી છે.


દિપક જસાણીનું કહેવુ છે કે 2018માં આઈટી અને ફાર્મા સેક્ટરમાં ખરીદીની નવી તકો મળ્યા કરે છે. આઈટી અને ફાર્મા સેક્ટરમાં સ્ટોક સ્પેસિફિક અભિગમ રાખવો. 2017માં મ્યુચ્યુઅલ ફંડમાં સારો ગ્રોથ જોવા મળી હતી. એના કરણે માર્કેટમાં સારો સપોર્ટ મળ્યો છે. 2018ના બજેટ પર જીએસટીની અસર જોવા મળી શકે છે. પરિણામ પર ફોકસ રહેશે. આ વર્ષમાં સેલ્સ ગ્રોથમાં વધારો જોવા મળી શકે છે. જે કંપનીમાં ગ્રોથ સારો રહેશે એવી કંપનીમાં રોકાણ કરવની તક બની રહી છે.