બજાર » સમાચાર » માર્કેટ આઉટલુક - ફન્ડામેન્ટલ

સ્ટોક સ્પેસિફિક અભિગમ રાખો: હેમાંગ જાની

ના રોજ પ્રકાશિત Wed, 16, 2018 પર 10:32  |  સ્ત્રોત : CNBC-Bajar

ખરાબ ગ્લોબલ સંકેતોના ચાલતા ભારતીય બજારોએ પણ નબળાઈની સાથે શરૂઆત કરી છે. સેન્સેક્સ અને નિફ્ટીમાં 0.5 ટકાનો ઘટાડો જોવાને મળી રહ્યો છે. આગળ માર્કેટની ચાલ કેવી રહેશે તે જાણીશું શેરખાનમાં રિટેલ બિઝનેસના સીનિયર વાઇસ પ્રેસિડન્ટ હેમાંગ જાની પાસેથી.

હેમાંગ જાનીનું કહેવુ છે કે ઈન્ડેક્સના હેવીવેટમાં જ લેવેચ થઈ રહી છે. અત્યાર સુધી કંપનીના પરિણામ સારા આવ્યા. સ્ટોક સ્પેસિફિક અભિગમ રાખવાની સલાહ છે. એચયુએલ, મેરિકો, ડાબરમાં રોકાણની સલાહ છે. ઓટો, મેટલ સેક્ટરની કામગીરી આ ક્વાર્ટરમાં સારી રહે તેવી ધારણા છે.

હેમાંગ જાનીના મતે એમએન્જએમ, એસ્કોર્ટમાં ખરીદીની સલાહ છે. પીએસયુ બેન્કથી દૂર રહેવાની સલાહ છે. એસબીઆઈ સિવાયના પીએસયુ બેન્કના સ્ટોકથી દૂર રહેવાની સલાહ છે. ડો.રેડ્ડી, સન ફાર્મામાં નજીકના સમયમાં સુધારાની શક્યતા ઓછી છે.

હેમાંગ જાનીના મુજબ બાયોકોન, નાટકો ફાર્મામાં ખરીદીની સલાહ છે. એચડીએફસી બેન્ક, યસ બેન્ક, કોટક બેન્કમાં દરેક ઘટાડે ખરીદીની સલાહ છે. ફેડરલ બેન્કમાં ખરીદીની સલાહ છે. સુઝલોનમાં ખરીદીથી દૂર રહેવાની સલાહ છે.