બજાર » સમાચાર » માર્કેટ આઉટલુક - ફન્ડામેન્ટલ

માર્ચ 2018 બાદ મોંઘવારીમાં ઘટાડાની આશા: શૈલેન્દ્ર કુમાર

ના રોજ પ્રકાશિત Mon, 01, 2018 પર 10:59  |  સ્ત્રોત : CNBC-Bajar

વર્ષ 2018 ની શરૂઆત ઘરેલૂ બજારોએ સુસ્તીની સાથે કરી છે. સેન્સેક્સ અને નિફ્ટી સપાટ થઈને કારોબાર કરી રહ્યા છે. નિફ્ટી 10525 ની પાસે ટકેલુ છે, જ્યારે સેન્સેક્સ 34000 ની ઊપર કારોબાર કરી રહ્યા છે. આગળ માર્કેટની ચાલ કેવી રહેશે તે જાણીશું નાર્નોલિયા વેલોક્સ એડવાઇઝર્સના સીઆઈઓશૈલેન્દ્ર કુમાર પાસેથી.


શૈલેન્દ્ર કુમારનું કહેવુ છે કે 2017નું વર્ષ ઈક્વિટી માર્કેટ સાથે જોડાયેલા દરેક માટે સારુ ગયું છે. ગત વર્ષમાં ડો જોન્સે પોઝિટિવ વળતર આપ્યા છે. ઈન્ડિયા વિક્સ ઈન્ડેક્સ સૂચવે છે કે 2017માં ઈક્વિટી માર્કેટમાં જોખમો ઓછા હતા. જુલાઈ 2017 બાદ માર્કેટમાં વધઘટ ઘટી ગઈ હતી. બોન્ડ યીલ્ડનો વધારો વ્યાજ દર વધવાના સંકેત આપી રહ્યો છે. માર્ચ 2018 બાદ મોંઘવારીમાં ઘટાડો જોવા મળે તેવી ધારણા છે.


શૈલેન્દ્ર કુમારનું કહેવુ છે કે 2017માં નિફ્ટી પીએસયૂ બેન્કોમાં ખાસ્સો સુધારો જોવા મળ્યો છે. 2018માં મોટા નામ પાછળ તેજીનો અભિગમ નહિ રાખવાની સલાહ મળી રહી છે. ગ્રામીણ વિસ્તારના સુધારાની અસર રૂપે એમએન્ડએમ, એસ્કોર્ટસ પર બુલીશ વ્યુ છે. ફાર્મા સેક્ટરમાં સુવેન લાઈફ સાયન્સમાં ખરીદીની સલાહ મળી રહી છે.


શૈલેન્દ્ર કુમારનું કહેવુ છે કે માર્જીનના વિસ્તરણની શક્યતા સાથે મારૂતિ સુઝુકીમાં ખરીદીની સલાહ મળી રહી છે. ઓટો કોમ્પોન્ન્ટમાં મધરસન સુમીમાં ખરીદીની સલાહ મળી રહી છે. મહિન્દ્રા હોલિડે રિસોર્ટમાં લાંબાગાળા માટે ખરીદીની સલાહ મળી રહી છે. બ્રિટાનિયા, પીસી જ્વેલર્સ, ઈઆઈએલમાં ખરીદીની સલાહ મળી રહી છે.