બજાર » સમાચાર » માર્કેટ આઉટલુક - ફન્ડામેન્ટલ

2018-19ના વર્ષમાં 15-20%ની ગ્રોથની આશા: દેવેન ચોક્સી

ના રોજ પ્રકાશિત Fri, 05, 2018 પર 10:55  |  સ્ત્રોત : CNBC-Bajar

નિફ્ટી 10540 ની નજીક આવી રહ્યા છે જ્યારે સેન્સેક્સમાં 130 અંકોનો વધારો જોવાને મળ્યો છે. સેન્સેક્સ 34000 ની પાર નિકળવામાં કામયબા થયા છે. આગળ માર્કેટની ચાલ કેવી રહેશે તે જાણીશું કેઆર ચોક્સી શૅર્સ ઍન્ડ સિક્યોરિટીઝ પ્રાઇવેટ લિમિટેડના ડિરેક્ટર દેવેન ચોક્સી પાસેથી.


દેવેન ચોક્સીનું કહેવુ છે કે આવનારા સમયમાં કંપનીના ત્રિમાસિક પરિણામ ઘણા સારા આવે તેવી ઘારણા છે. લાર્જકેપ કંપનીઓમાં આગળ વધુ તક રહેલી છે. એફઆઈઆઈના નવા નાણા, ડીઆઈઆઈના ટેકા સાથે માર્કેટ નવી ઉચી સપાટી પર દેખાશે. એબીબી, એલએન્ડટી, સ્નાઇડર, સિમેન્સમાં મોટા વિકાસની તક જોવા મળી રહી છે.


દેવેન ચોક્સીનું કહેવુ છે કે માર્કેટમાં કંપનીમાં અર્નિંગમાં રિકવર થઇને આવતા જોવા મળી રહ્યા છે. ક્વાર્ટર 3માં પણ પોઝિટીવીટી સાથે માર્કેટ જોવા મળી શકે છે. કોમોડિટી સેક્ટરમાં પણ પોઝિટીવીટી જોવા મળી છે. 2018-19ના વર્ષમાં 15-20%ની ગ્રોથની આશા છે. માર્કેટમાં સારી તેજી સાથેનો કારોબાર જોવા મળી રહ્યો છે.