બજાર » સમાચાર » માર્કેટ આઉટલુક - ફન્ડામેન્ટલ

મોંઘવારી ઘટશે તો RBI વ્યાજ દરોમાં કાપ મૂકશે: નિલેષ શાહ

ના રોજ પ્રકાશિત Sat, 14, 2019 પર 13:54  |  સ્ત્રોત : CNBC-Bajar

ગઇ કાલે નિફ્ટી 12080 ની ઊપર બંધ થયો જ્યારે સેન્સેક્સે 41000 ની પાર બંધ થયો. ગઇ કેલના કારોબારમાં નિફ્ટીએ 12,098.85 સુધી પહોંચ્યો તો સેન્સેક્સ 41,055.80 સુધી પહોંચ્યો હતો. આગળ માર્કેટની ચાલ કેવી રહેશે તે જાણીશું કોટક મહિન્દ્રા એએમસીના એમડી અને સીઈઓ નિલેષ શાહ પાસેથી.


નિલેષ શાહનું કહેવુ છે કે હાલ GDP ગ્રોથમાં સ્લોડાઉન થયું છે. પહેલા બેન્ક પાસેથી પૈસા લેવા સહેલું હતું. હાલ બેન્કની ક્રેડિટ ગ્રોથને અસર પડે છે. હવે દેવું લઇએ તો ચુકવવું પડે છે નહી તો તમારી કંપની તમારી પાસેથી નીકળી જાય છે. મોંઘવારીનો દર 10ની ઉપર હતો તેને ઘટાડીને 4 ટકાની નજીક લાવ્યા છે. મોંઘવારીનો દર ઘટાડવાથી તેની સાઇડ અસર ગ્રોથ પર દેખાઇ છે.


નિલેષ શાહના મતે રિયલ એસ્ટેટમાં બિલ્ડરો વધારે સ્પેશ બતાવીને ઓછી આપતા છે. રેરાના રેગ્યુલેશનને કારણે ખબર પડી કે વેલ્યુએશન ચીપ છે. સરકાર આવક કરતા વધારે ખર્ચ કરતી હતી. પણ હાલ સરકાર આવક કરતા 30 ટકા જેટલો ઓછો ખર્ચ કરે છે. બેન્કોના NPA ઘટાડ્યા અને બેન્કોને ખોટા પ્રોજેક્ટને દેવું દેતા અટકાવ્યા છે. ગ્રોથને સ્લોડાઉન કરવો જરૂરી હતો.


નિલેષ શાહના મુજબ જાપાન જેવા દેશનું કેપિટાઇઝ GDP 24 ગણું વધ્યું છે. વ્યાજના દર રિયલ ઇન્ટરેટન્સમાં વધારે છે. મોંઘવારી દર ઘટાડી રહ્યા છે એટલે RBI વ્યાજ દર કાપી રહી છે. છેલ્લા 8 વર્ષમાં સોનાની આયાત માટે 245 બિલિયન ડૉલર બહાર મોકલ્યા છે. બેન્કિંગમાં માર્જિન 3થી 3.5 ટકાનું હોય છે તેની સરખામણીએ રિસ્ક 100નું હોય છે.


નિલેષ શાહનું માનવું છે કે રિસ્કનું યોગ્ય રીતે મેનેજ કરવું જરૂરી છે. જો દેવું લેનાર ડિફોલ્ટ કરે તો તેની અસેટ રિકવરી કરવામાં સરળતા હોવી જોઇએ. કોર્ટ્સમાં એટલા વધારે કેસ છે કે તેની ચુકવણી કરવામાં સમય લાગે છે. એસ્સાર સ્ટીલ કેસના જર્જમેન્ટથી લોકોને ફાયદો થશે. સપ્ટેમ્બર ક્વાર્ટરમાં ઓપરેટિંગ કેશ ફ્લો ઘણો સુધર્યો છે. દરેક મેનેજમેન્ટ પ્રોડક્ટીવ વધારી રહ્યા છે.


નિલેષ શાહનું કહેવુ છે કે મે 2012થી મે2019 સુધી બેન્કમાં લિક્વિડિટીની અછત હતી. RBIએ 135 bps પોઇન્ટનો ઘટાડો કર્યો છે. આપણું સોનાનું ઇમ્પોર્ટ ઓછો થઇ રહ્યું છે. હાલ સોનામાં રોકાણ ઘટી રહ્યું છે. ડિસેમ્બર 19નો ગ્રોથ કરતા સપ્ટેમ્બર 19નો ગ્રોથ સારો આવશે. કન્ઝમ્પશન્સ માર્કેટમાં હાલ સ્લોડાઉન દેખાઇ રહ્યું છે. લિસ્ટેડ FMCG કંપનીના પરિણામ મિશ્ર આવ્યા છે. કન્ઝમ્પશન્સમાં સ્લોડાઉન થઇ રહ્યું છે ત્યારે લિસ્ટેડ અને નોન લિસ્ટેડ પર ધ્યાન આપો છે.


નિલેષ શાહના મતે વ્યાદ દર જેમ જેમ ઘટશે તેમ તેમ લોકોની કન્ઝ્યુમ કરવાની શક્તિ વધશે. દેશમાં વરસાદ સારો રહ્યો છે. ઓઇલના ભાવ નીચા રહ્યા છે તેની અસર ભારતના કન્ઝ્યુમ પર દેખાશે. ટેલિકોમમાં જ્યારે કમ્પિટીશન વધારે હોય ત્યારે કેશ ફ્લો પ્રોજેક્ટ કરાય છે. અમે ટેલિકોમ ક્ષેત્રમાં અન્ડરવેટ રહ્યા છે. રિઝોલ્યુશન માટે જુના કેસ આજે પણ ચાલી રહ્યા છે.


નિલેષ શાહના મુજબ સત્યમ કોમ્પ્યુટર સર્વિસિસના સારો ભાગ ટેક મહિન્દ્રાને આપી દીધો છે. સત્યમના ઓડિટરોએ USને દંડ ભર્યો છે પણ ભારતને કઇ ન આપ્યું. સરકારને તેની રેવેન્યુ મળતી રહે છે. IBCમાં NBFCને લઇ જવું તે સારી વાત છે.