દિનશૉ ઇરાનીનું કહેવુ છે કે માર્કેટમાં એક બેન્ડમાં રહેશે તેવું અનુમાન હતું. હવે આ બેન્ડ લાંબા ગાળા સુધી રહે તેવી ધારણા છે. અમેરિકામાં મોંઘવારીની અસર લાંબા ગાળા સુધી રહી શકે. અમેરિકામાં વ્યાજ દર વધવાનું યથાવત્ રહી શકે. વૈશ્વિક પરિબળો ભારતીય બજાર પર ઘણા અસર કરશે.
કેશફ્રીએ એક ક્લિક ચેકઆઉટ પ્લેટફૉર્મ Zecpe નું કર્યુ અધિગ્રહણ
દિનશૉ ઇરાનીના મતે માર્કેટમાં પેનિક ન કરવું, આ બેન્ડમાં રહેવાની આશા છે. ચીનમાં પણ આઉટફ્લો થવાનું ચાલુ થઇ ગયું છે. અલ નીનોની અસર ઘણી પડી શકે છે. કેપેક્સ આધારિત સેક્ટરમાં ઘણી તક છે. IT સેક્ટરમાં હજૂ પણ વેચવાલી બાકી છે.
Trade Spotlight: સોમવારે આ શેરોએ દેખાડી જોરદાર તેજી, જાણો આગળ તેમાં ખરીદી, વેચાણ કે હોલ્ડ કરવુ
દિનશૉ ઇરાનીના મુજબ IT સેક્ટરમાં રોકાણ કરવું જ હોય તો લાર્જકેપમાં કરવું. અમેરિકામાં મંદી આવશે ત્યારે વધુ અસર થશે. મંદીમાં IT સેક્ટર પર સૌથી વધુ અસર થશે. IT સેક્ટરની લાર્જકેપ કંપનીના વેલ્યુએશન હજૂ યોગ્ય નથી. એવિએશન કંપનીઓથી દુર રહેવું.