બજાર » સમાચાર » માર્કેટ આઉટલુક - ફન્ડામેન્ટલ

સ્થાનિક સંકેતોમાં બજાર બજેટ પર નજર રાખીને બેઠું: અમિષ મુનશી

ના રોજ પ્રકાશિત Wed, 11, 2019 પર 10:43  |  સ્ત્રોત : CNBC-Bajar

સેન્સેક્સ અને નિફ્ટીમાં 0.2 ટકાથી વધારાનો વધારો દર્જ કરવામાં આવ્યો છે. નિફ્ટી 11900 ની નજીક છે જ્યારે સેન્સેક્સમાં 87 અંકોની મજબૂતી આવી છે. આગળ માર્કેટની ચાલ કેવી રહેશે તે જાણીશું વિનસોલ ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર્સના ડિરેક્ટર, અમિષ મુનશી પાસેથી.


અમિષ મુનશીનું કહેવુ છે કે નજીકના ભવિષ્યમાં બજારને અસર કરનારા સ્થાનિક સંકેતો નથી. સ્થાનિક સંકેતોમાં બજાર બજેટ પર નજર રાખીને બેઠું છે. ટ્રેડ ડિલ અને ક્રૂડની અસર દેખાતી રહેશે. એફઆઈઆઈએસના નાણાં દરેક ઈમર્જિંગ માર્કેટમાં આવ્યા છે.


અમિષ મુનશીના મતે વૈશ્વિક લિક્વિડિટીમાં કોઈ સમસ્યા નહીં આવે. વૈશ્વિક માર્કેટના રોકાણકારોને ઈમર્જિંગ માર્કેટમાં તરફ વળ્યા. RBIએ મોનિટરી પોલિસીમાં યોગ્ય પગલું લીધું છે. ખાદ્ય મોંઘવારીને જોતા RBIનું પગલું યોગ્ય છે. આવનારી MPCની જાહેરાત બજેટ પછી આવશે.


અમિષ મુનશીનું માનવુ છે કે RBIને ખબર પડશે કે આવનારા સમયમાં સરકાર શું પગલાં લેશે. ઓટોમાં એક બોટમ બની રહ્યું છે. કમર્શિયલ વ્હીકલમાં હજુ પણ પડકારો છે. કાર, ટુ-વ્હીલર્સમાં ડિલરની ઈન્વેન્ટરની ઓછી થઈ રહી છે. સિસ્ટમમાં લિક્વિડિટી આવશે તો તેની અસર ઓટોમાં દેખાશે.


અમિષ મુનશીના મુજબ ટુ-વ્હીલર, પેસેન્જર કાર્સ કંપનીમાં રોકાણ કરી શકાય. કમર્શિયલ વ્હીકલ માટેનો વ્યૂ નેગેટિવ છે. રેલવે અને વોટર વેનો વિકાસ થશે એટલે રોડ ટ્રાન્સપોર્ટ ઘટશે. વેલ્યુએશન અને નીચલા સ્તરે રહેલા સ્ટોકમાં રોકાણ કરો. મિડકેપમાં IT, સિમેન્ટ સેક્ટરનું વેલ્યુએશન વધાર્યું છે.