બજાર » સમાચાર » માર્કેટ આઉટલુક - ફન્ડામેન્ટલ

વિશ્વમાં ગ્રોથ વધતો જણાશે તો રોકાણ ફરી ઈક્વિટી તરફ પાછું ફરશે

ના રોજ પ્રકાશિત Mon, 11, 2018 પર 11:20  |  સ્ત્રોત : CNBC-Bajar

શરૂઆતી કારોબારમાં ઘરેલૂ બજારમાં વધારાની સાથે કારોબાર જોવાને મળી રહ્યો છે. આગળ માર્કેટની ચાલ કેવી રહેશે તે જાણીશું કેઆર ચોક્સી શૅર્સ ઍન્ડ સિક્યોરિટીઝ પ્રાઇવેટ લિમિટેડના ડિરેક્ટર દેવેન ચોક્સી પાસેથી.

દેવેન ચોક્સીનું કહેવુ છે કે ગ્લોબલ લીડર ભેગા થઈને વિશ્વની પ્રગતિ,શાંતિ માટે કામ કરતા જણાઈ રહ્યા છે. કરેક્શનમાં ફંડામેન્ટલી મજબૂત કંપનીના સ્ટોકમાં ખરીદીની સલાહ છે.

દેવેન ચોક્સીના મુજબ 10 વર્ષ પૂર્વે બોન્ડમાંથી ઈક્વિટી તરફ વળેલા નાણા ફરી બોન્ડ તરફ વળે તેવો યીલ્ડનો પ્રયાસ છે. વિશ્વમાં ગ્રોથ વધતો જણાશે તો રોકાણ ફરી ઈક્વિટી તરફ પાછું ફરશે. બોન્ડ યીલ્ડની મજબૂતાઈના પગલે સર્જાનારી ઈક્વિટીની નરમાઈનો લાભ લેવાની સલાહ છે.

દેવેન ચોક્સીના મતે રૂપિયા 25000 કરોડથી નીચેનું માર્કેટ કેપ ધરાવતા મિડકેપ સ્ટોકને અલગ શ્રેણીમાં ફેરવવાની સલાહ છે. કંપની ખરાબ નથી હોતી પણ સંજોગોવશાત કંપની ખરાબ ફેઝમાં ફસાઈ જતી હોય છે. ઓટો, ઓટો એન્સીલરીમાં ખરીદીની સલાહ છે.