બજાર » સમાચાર » માર્કેટ આઉટલુક - ફન્ડામેન્ટલ

લોકોનો ડેટાનો વપરાશ વધી રહ્યો છે જે ટેલિકોમ માટે સારું

ના રોજ પ્રકાશિત Wed, 13, 2020 પર 11:53  |  સ્ત્રોત : CNBC-Bajar

આજના કારોબારી સત્રના દિવસે ઘરેલૂ બજારોમાં વધારાની સાથે કારોબાર જોવાને મળી રહ્યો છે. સેન્સેક્સ અને નિફ્ટી 2.8 ટકાની મજબૂતીની સાથે કારોબાર કરી રહ્યા છે. આગળ માર્કેટની ચાલ કેવી રહેશે તે જાણીશું એન જે એડવાઈઝરીના સીઈઓ આનંદ શાહ પાસેથી.


આનંદ શાહનું કહેવુ છે કે ઉત્પાદન ક્ષેત્ર પર પેકેજમાં ફોકસ રહે એવું લાગે છે. ગ્લોબલ અને સ્થાનિક માગમાં વધારો આવવો જરૂરી છે. પેકેજની સાઈઝ ધારણા કરતા વધારે છે. વધારાના 7-8 લાખ કરોડ તુરંત મળી જશે એવી અપેક્ષા છે. અત્યારે કોરોનાનો અંત નથી આવ્યો.


આનંદ શાહના મતે આ સ્ટિમ્યુલસ છે જે અર્થતંત્રને ટેકો આપશે, આ ઉકેલ નથી. સરકાર નાણાં આપશે તેનાથી માગ ઊભી થશે. આનાથી બેન્ક, NBFCs અને ફાઈનાન્સ સેક્ટરને ફાયદો થશે. કન્ઝ્યુમર સ્ટેપલ્સ જેવા સેક્ટરમાં કોઈ ફરક નથી પડવાનો.


આનંદ શાહનું માનવુ છે કે આવનારા સમયમાં લોકો મોંઘી વસ્તુ નહીં ખરીદે. ઈ-કોમર્સમાં ગ્રોથ આવશે. હેલ્થ અને ટર્મ ઈન્શ્યોરન્સ લેનારાની સંખ્યા વધશે. MSMEની તકલીફને કારણે બેન્કો જેટલું નુકસાન ઈન્શ્યોરન્સનને નહીં થાય. ઈન્શ્યોરન્સમાં થોડો ગ્રોથ ઓછો રહી શકે, પણ વધુ ઘટાડો નહીં આવે.


આનંદ શાહના મુજબ SIPના ફ્લો હજુ પણ યથાવત્ છે. રિયલ્ટી ક્ષેત્ર કોરોના પહેલા જ થોડી તકલીફમાં હતું. હવે કોમર્શિયલ એસેટમાં પણ તકલીફ આવી શકે છે. સરકાર અફોર્ડેબલ હાઉસિંગમાં પણ રાહત આપી શકે છે. લોકોનો ડેટાનો વપરાશ વધી રહ્યો છે જે ટેલિકોમ માટે સારું છે. હવેના સમયમાં ઓનલાઈન શોપિંગ વધી શકે છે.