બજાર » સમાચાર » માર્કેટ આઉટલુક - ફન્ડામેન્ટલ

ગ્લોબલ કારણોને લીધે ક્રૂડ નીચે આવે તો ભારતને ફાયદો

ના રોજ પ્રકાશિત Thu, 11, 2018 પર 11:19  |  સ્ત્રોત : CNBC-Bajar

ગ્લોબલ બજારોમાં ઘટાડાની અસર ઘરેલૂ બજારોમાં પણ જોવાને મળી છે. સેન્સેક્સ અને નિફ્ટીમાં 2.5 ટકાથી વધારાની નબળાઈની સાથે કારોબાર જોવાને મળી રહ્યો છે. આગળ માર્કેટની ચાલ કેવી રહેશે તે જાણીશું વિનસોલ ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર્સના ડિરેક્ટર અમિષ મુનશી પાસેથી.

અમિષ મુનશીનું કહેવુ છે કે યુએસના ઘટાડાની અસર ઈમર્જિંગ માર્કેટ પર આવે છે. બોન્ડ અને ઈક્વિટી બન્ને માર્કેટમાંથી પૈસા પાછા ખેંચાયા છે. ગ્લોબલ માર્કેટનો ટ્રેન્ડ વોલેટાઈલ રહેશે તો ભારતના બજાર પર અસર રહેશે. બધી ઈકોનોમી એક સાથે ગ્રો કરી રહી હતી તે અટકી ગયું છે.

અમિષ મુનશીના મતે અમેરિકાનો ગ્રોથ સારો છે પણ યુરોપમાં ગ્રો અટક્યો છે. ઈમર્જિંગ માર્કેટના ગ્રોથમાં પણ સમરસતા જોવા નથી મળી રહી. યુએસ ફેડ વ્યાજદરમાં પોઝ આવી શકે તેવું નથી લાગતી. ગ્લોબલ કારણોને લીધે ક્રૂડ નીચે આવે તો ભારતને ફાયદો થશે.

અમિષ મુનશીનુ માનવુ છે કે ભારતનો વૈશ્વિક વ્યાપારમાં હિસ્સો ઘણો ઓછો છે. ભારતમાં કન્ઝમ્પશન સતત ચાલુ રહે તો વધુ અસર અર્થતંત્ર નહીં આવે. માર્કેટ ગ્લોબલ ફેક્ટરને લીધે કરેક્ટ થઈ રહ્યું છે. ક્વાર્ટર 2ના પરિણામો માર્કેટ માટે મહત્વની છે. આ પરિણામની સિઝનમાં કોઈ બેઝ ઈફેક્ટ નથી.

અમિષ મુનશીના મુજબ આ પરિણામોથી ભારતીય અર્થતંત્રની સાચી સ્થિતિ સમજાશે. કન્ઝમ્પશન, ચોમાસુ, વ્યાજદર તમામ ફેક્ટર માર્કેટ માટે પોઝિટિવ રહી શકે. ટ્રેડ વોરમાં કશેક સમાધાન થાય તો રાહતના સમચારા મળે. ટ્રેડ વોરના લીધે ક્રૂડ ઘટે તો પણ ભારતને ફાયદો થશે.

અમિષ મુનશીનું કહેવુ છે કે ક્રૂડ નીચે આવતા રૂપિયો મજબૂત થશે લોકોના હાથમાં પૈસા આવશે. યુએસ માર્કેટમાં સ્થિરતા આવશે ત્યારબાદ એફઆઈઆઈએસના ફ્લો પાછા આવતા દેખાશે. એફઆઈઆઈએસનો ફ્લો પાછો આવવા માટે ઘણો સમય લાગી જશે.

અમિષ મુનશીના મતે આપણે ગ્રોથ પ્રોજેક્શન અચીવ કરી શકીશું. ડોમેસ્ટિક ડિમાન્ડ સારી રહે તો જીએસટી કેલક્શન પણ સારું રહેશે. હાલના માર્કેટમાં સરકારનું વિનિવેશનો લક્ષ્ય મેળવવો શક્ય નથી.