બજાર » સમાચાર » માર્કેટ આઉટલુક - ફન્ડામેન્ટલ

ઈએમમાં ભારતની સ્થિતિ ઘણી મજબૂત જોવા મળી: અમિષ મુનશી

ના રોજ પ્રકાશિત Fri, 14, 2018 પર 11:04  |  સ્ત્રોત : CNBC-Bajar

નિફ્ટી 11484.8 સુધી પહોંચવામાં સફળ રહ્યો, જ્યારે સેન્સેક્સ 38000 ના પાર કરવામાં સફળ રહ્યો છે. સેન્સેક્સ અને નિફ્ટીમાં 0.5 ટકાની મજબૂતી જોવા મળી છે. આગળ માર્કેટની ચાલ કેવી રહેશે તે જાણીશું વિનસોલ ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર્સના ડિરેક્ટર અમિષ મુનશી પાસેથી.


અમિષ મુનશીનું કહેવુ છે કે આઈઆઈપી, સીપીઆઈના આંકડા ધારણા મુજબ આવતા તેની સાનૂકૂળ અસર જોવા મળી છે. ભારતીય અર્થતંત્ર ફંડામેન્ટલ પ્રમાણમાં મજબૂત છે. ચોમાસુ પણ સારુ રહેતા માર્કેટમાં તેની પણ સાનૂકૂળ અસર જોવા મળી રહી છે. ઈએમમાં ભારતની સ્થિતિ ઘણી મજબૂત જોવા મળી છે. રૂપિયાના અવમૂલ્યનને ડામવા માટે વ્યાજ દરનો વધારો યોગ્ય ઉપાય નથી. રૂપિયાના અવમૂલ્યનને ડામવા માટે વિદેશી ચલણમાં બોન્ડ ઈશ્યૂ કરવાના સલાહ બની રહી છે.


અમિષ મુનશીનું કહેવુ છે કે રૂપિયાના અવમૂલ્યનને ડામવા માટે વિદેશી ચલણમાં બોન્ડ ઈશ્યૂ કરવાના સલાહ મળી રહી છે. એનટીપીસી કુડગી સુપર થર્મલ પ્રોજેક્ટનો 800 એમડબલ્યુ યુનિટ 3 આવતીકાલથી કાર્યાન્વિત થશે. એસઆઈપીનો માર્ગ ઘણો લાંબો અને મજબૂત સાથે તેનો વધતો ફલક રોકાણકારોની પરિપક્વતા દર્શાવે છે.