બજાર » સમાચાર » માર્કેટ આઉટલુક - ફન્ડામેન્ટલ

ભારત વિદેશી રોકાણકારો માટે આકર્ષક જ રહેશે: સંજય પારેખ

ના રોજ પ્રકાશિત Thu, 07, 2019 પર 10:44  |  સ્ત્રોત : CNBC-Bajar

બજારની શરૂઆત સારા વધારાની સાથે થઈ છે. શરૂઆતી કારોબારમાં સેન્સેક્સ 0.43 અને નિફ્ટીમાં 0.34 ટકાનો વધારો જોવાને મળી રહ્યો છે. આગળ માર્કેટની ચાલ કેવી રહેશે તે જાણીશું રિલાયન્સ મ્યુચ્યુઅલ ફંડના સિનિયર ફંડ મેનેજર સંજય પારેખ પાસેથી.

સંજય પારેખનું કહેવુ છે કે લો બેઝને કારણે આવતા વર્ષે અર્નિંગ્સ સુધરતા દેખાશે. છેલ્લાં 4-5 વર્ષમાં અર્નિંગ્સ ગ્રોથ જોઈએ એવો થયો નથી. છેલ્લાં ચાર વર્ષમાં ફિસ્કલ પ્રુડન્સ સારું રહ્યું હતું. ચૂંટણી પહેલા બજેટમાં વધુ પડતા લોકાભિમુખ નિર્ણયો નથી લેવાયા.

સંજય પારેખના મતે આ બજેટથી કન્ઝમ્પશનને બૂસ્ટ મળશે. ભારત વિદેશી રોકાણકારો માટે આકર્ષક જ રહેશે. કન્ઝમ્પશન વધશે એટલે એફએમસીજીને પણ ફાયદો મળશે. પ્રાઈવેટ રિટેલ બેન્ક, ઓટો, એચએફસીએસ, ઈન્શ્યોરન્સમાં રોકાણ કરી શકાય છે. ફાર્મા અને આઈટીને ડિફેન્સીવ બેટ લઈ શકાય છે. ફાર્મા સેક્ટરમાં આવેલી તકલીફો હવે દૂર થતી દેખાઈ છે.

સંજય પારેખનું માનવુ છે કે એફએમસીજી કંપનીઓમાં વોલ્યુમ ગ્રોથ સારો જોવા મળી રહ્યો છે. એફએમસીજીમાં હાલ વેલ્યુએશન આકર્ષક નથી. ઓટો, ઈન્શ્યોરન્સ જેવા સ્ટોક્સમાં પણ કન્ઝમ્પશન વધે તો રોકાણ કરી શકાય. આરબીઆઈ આજે ક્રેડિટ પૉલિસીમાં ન્યુટ્રલ વલણ રાખશે. આરબીઆઈ લિક્વિડિટી પૂરી પાડી રહી છે તે 10 વર્ષની યીલ્ડ પરથી દેખાઈ છે.

સંજય પારેખના મુજબ વ્યાજદર ઘણાં વધુ છે જેને કારણે પ્રાઈવેટ કેપેક્સ પર અસર પડે છે. આરબીઆઈની કોમેન્ટ્રી પણ એકોમોડેટિવ હશે. એનબીએફસીએસમાં હજુ પણ રિસ્ક દેખાઈ રહ્યું છે. સારા રેટિંગ વાળી એનબીએફસીએસને કોઈ સમસ્યા નહીં પડે.


સંજય પારેખનું કહેવુ છે કે સારી એનબીએફસીએસની કોસ્ટ નીચે આવશે. નવા સ્લીપેજીસ હવે ઘટી રહ્યા છે. મોટી બેન્કનું અર્નિંગ્સમાં ભાગીદારી વધશે. આઈટી, ઓટો અને ઓઈલ ગેસમાંથી પણ ગ્રોથ જોવા મળશે. એસઆઈપીમાં અમને કોઈ ઘટાડો દેખાતો નથી જે સારા સંકેત છે.