બજાર » સમાચાર » માર્કેટ આઉટલુક - ફન્ડામેન્ટલ

Q2માં ઉદ્યોગો અને અર્થતંત્રમાં રિકવરી આવશે: દેવેન ચોક્સી

ના રોજ પ્રકાશિત Mon, 11, 2020 પર 11:31  |  સ્ત્રોત : CNBC-Bajar

આજના કારોબારી સત્રના દિવસે ઘરેલૂ બજારોમાં વધારાની સાથે કારોબાર જોવાને મળી રહ્યો છે. આગળ માર્કેટની ચાલ કેવી રહેશે તે જાણીશું કે આર ચોક્સી સિક્યોરિટીઝના દેવેન ચોક્સીના પાસેથી.

દેવેન ચોકસીનું કહેવુ છે કે સરકાર દ્વારા ઘણાં પગલા લેવામાં આવ્યા છે. મે ના બીજા હાફમાં થોડી સ્થિરતા જોવા મળે. ભારતમાં ઈનફ્લો પણ પોઝિટિવ રહેવા જોઈએ. હાલમાં પરિસ્થિતિ થોડી પોઝિટિવ થઈ રહી છે. લોકડાઉન ખુલ્યા બાદ પણ બેઝિક વસ્તુની ડિમાન્ડ ચાલુ જ રહેશે. લાઈફ સ્ટાઈલ ગુડ્ઝની માગ એટલી ઝડપી નહી વધે.


દેવેન ચોકસીના મતે દેશના રેડ કે કન્ટેઈનમેન્ટ ઝોનમાં 41% આર્થિક ગતિવિધિ આધાર રાખે છે. માગ ફરી ઊભી થાય તે માટે સમય આપવો પડશે. ઓરેન્જ અને ગ્રીન ઝોન મોટા ભાગે ગ્રામીણ વિસ્તારમાં છે. ગ્રામીણ વિસ્તારમાંથી માગ ટુ-વ્હીલરની આવશે. ટુ-વ્હીલરમાં બાકી રહેલી ખરીદી હાલમાં નીકળી છે. ભારતની સ્ટ્રેસ્ડ અસેટને બહાર લાવવા $20-25 બિલિયનની જરૂર છે.


દેવેન ચોકસીના મુજબ $20-25 બિલિયનનો ઈનફ્લો આવે તો ઘણાં સેક્ટરને ફાયદો થશે. લિક્વિડિટી માટે પોઝિટિવ, સરકારે મિકેનિઝમ યોગ્ય વિકસાવવું પડશે. બેન્કો પ્રોવિઝનિંગ કરીને યોગ્ય કામ કરી રહી છે. એપ્રિલ-જૂન ત્રિમાસિક દરેક બેન્ક માટે મહત્વનો રહેશે.


દેવેન ચોકસીનું માનવુ છે કે એપ્રિલ-જૂન ત્રિમાસિક પર ખાસ નજર રાખવી પડશે. બેન્કોમાં રોકાણ કરતા પહેલા જૂન ત્રિમાસિકના પરિણામની રાહ જુઓ. Q2 રિકવરી થઈ શકે, Q3 સ્થિર રહી શકે અને Q4માં ગ્રોથ આવશે. Q2માં ઉદ્યોગો અને અર્થતંત્રમાં રિકવરી આવશે.