બજાર » સમાચાર » માર્કેટ આઉટલુક - ફન્ડામેન્ટલ

મોંઘવારી હજુ ઉપર છે અને આગળ પણ વધશે: દીપક જસાણી

ના રોજ પ્રકાશિત Fri, 13, 2019 પર 10:45  |  સ્ત્રોત : CNBC-Bajar

સેન્સેક્સ અને નિફ્ટીમાં 0.5 ટકાથી વધારાનો વધારો દર્જ કરવામાં આવ્યો છે. આગળ માર્કેટની ચાલ કેવી રહેશે તે જાણીશું એચડીએફસી સિક્યોરિટીઝના રિટેલ રિસર્ચ હૅડ, દીપક જસાણી પાસેથી.

દીપક જસાણીનું કહેવુ છે કે માર્કેટમાં અનિશ્ચિતતા દૂર થયા બાદ વધુ સ્પષ્ટતા આવશે. IIP, CPI આંકડા ખરાબ છે પરંતુ પહેલા કરતા સુધરી રહ્યાં છે.


દીપક જસાણીના મતે મોંઘવારી હજુ ઉપર છે અને આગળ પણ વધશે. જાન્યુઆરી-ફેબ્રુઆરી સુધી મોંઘવારી ઉપર રહેશે. રેટ હજુ આ સ્તર પર જ રહેશે તેવું લાગી રહ્યું છે.

દીપક જસાણીનું માનવુ છે કે ઑટો સેક્ટરમાં ખરાબ સમય હાલ પુરો થયો તેવુ લાગી રહ્યું છે. ફેસ્ટિવ સિઝન છતા પણ ટૂ-વ્હીલર આંકડા ફ્લેટ છે. બોર્ડર માર્કેટમાં અમારો વધુ પૉઝિટીવ મત છે.