બજાર » સમાચાર » માર્કેટ આઉટલુક - ફન્ડામેન્ટલ

વ્યાજદર કાપની અપેક્ષા રાખી શકાય: ભરત શાહ

ના રોજ પ્રકાશિત Wed, 13, 2019 પર 10:57  |  સ્ત્રોત : CNBC-Bajar

શરૂઆતી કારોબારમાં ઘરેલૂ બજારોમાં વધારાની સાથે કારોબાર જોવાને મળી રહ્યો છે. નિફ્ટી 11285 ની ઊપર છે જ્યારે સેન્સેક્સમાં 31 અંકોનો વધારો દેખાયો છે. આગળ માર્કેટની ચાલ કેવી રહેશે તે જાણીશું આસ્ક ગ્રુપના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ભરત શાહ પાસેથી.

ભરત શાહનું કહેવુ છે કે માર્કેટમાં સસ્તા ભાવે લેવું એ રોકાણ છે. માર્કેટમાં હાલમાં વેલ્યુએશન વ્યાજબી છે. 2018માં આવેલી નિફ્ટીની વૃદ્ધી અમુક સ્ટોક્સને આધારીત હતી. સારા બિઝનેસમાં અર્નિંગ્સ ગ્રોથ સારો જોવા મળ્યો છે. વેલ્યુએશન ઘટવા, અર્નિંગ્સ ગ્રોથ વધવાએ રોકાણની યોગ્ય સ્થિતિ છે.

ભરત શાહના મતે બિઝનેસની ગુણવત્તા સારી હોય તો ગમે ત્યાં રોકાણ કરી શકાય. સારી ફાર્મા, એનબીએફસી, બેન્ક, ઈન્શ્યોરન્સ કંપનીઓના સારા પરિણામો આવ્યા છે. આઈટીમાં માર્જિન આધારીત વૃદ્ધી જોવા નથી મળી. કોર્પોરેટ સેક્ટરના ગ્રોથનું પ્રદર્શન સારું જ રહ્યું છે.

ભરત શાહના મુજબ 2019-2020માં હવે સારા પરિણામની અપેક્ષા છે. જીડીપી ગ્રોથની ગતિ પણ ભારતે જાળવી રાખી છે. ત્રિમાસિકમાં આવેલા ઘટાડાને વધુ ભારણ આપવું જોઈએ નહીં. વ્યાજદર કાપની અપેક્ષા રાખી શકાય છે. હાલમાં વ્યાજદરના કાપ માટે યોગ્ય પરિસ્થિતિ છે. સારી કંપનીઓમાં ટોપલાઈન, કેશફ્લો એમ તમામ જગ્યાએ ગ્રોથ આવશે.