બજાર » સમાચાર » માર્કેટ આઉટલુક - ફન્ડામેન્ટલ

વ્યાજ દરમાં હજુ વધુ એક વખત કાપ આવી શકે: યોગેશ મહેતા

ના રોજ પ્રકાશિત Tue, 12, 2019 પર 10:24  |  સ્ત્રોત : CNBC-Bajar

શરૂઆતી કારોબારમાં ઘરેલૂ બજારોમાં વધારાની સાથે કારોબાર જોવાને મળી રહ્યો છે. સેન્સેક્સ અને નિફ્ટી 0.09 ટકાની મજબૂતીની સાથે કારોબાર કરી રહ્યા છે. આગળ માર્કેટની ચાલ કેવી રહેશે તે જાણીશું મોતિલાલ ઓસવાલ સિક્યોરિટીઝમાં ઇક્વિટી એડવાઇઝરીના વીપી યોગેશ મહેતા પાસેથી.

યોગેશ મહેતાનું કહેવુ છે કે હાલ બ્રોડર માર્કેટનું પાર્ટીસિપેશન જોવા નથી મળી રહ્યું. વ્યાજ દરમાં હજુ વધુ એક વખત કાપ આવી શકે. ગ્લોબલ સ્લોડાઉન દરેક બજાર માટે ચિંતાનો વિષય છે. બ્રેક્ઝિટની ખાસ અસર ભારતીય બજાર પર નહી જોવા મળે.

યોગેશ મહેતાના મતે આ ઇન્ટ્રીમ બજેટ હોવાથી તેના નિર્ણયથી એકદમ ગ્રોથ વધતો નહી જોવા મળે. નિફટીની 38 કંપનીઓના જાહેર પરિણામ બહુ આકર્ષક નથી. આઈટી સેકટરમાં આ સિઝનમાં કરન્સી ગ્રોથ સારો જોવા મળ્યો.

યોગેશ મહેતાના મુજબ એનબીએફસીએસ માટે લિક્વિડિટી હજી ચિંતાનો વિષય છે. આરબીઆઈ હજુ એક વખત દર ઘટાડે તો કન્ઝમ્પશન થોડું વધતું જોવા મળશે. ઓટો સેકટરમાં સ્લો ડાઉનનો સિલસિલો ચાલી રહ્યો છે.

યોગેશ મહેતાની પસંદગીના શેર્સમાં ઇન્ફોસિસ, ટાઇટન, હેવેલ્સ અને મારૂતિ સુઝુકી, કોટક મહિન્દ્રા બેન્ક, એચડીએફસી બેન્ક અને આરબીએલ બેન્કનો સમાવેશ થાય છે.