બજાર » સમાચાર » માર્કેટ આઉટલુક - ફન્ડામેન્ટલ

સ્મૉલકેપ-મિડકેપમાં થોડું ધ્યાન રાખીને રોકાણ કરવું: દિનશૉ ઇરાની

આગળ માર્કેટની ચાલ કેવી રહેશે તે જાણીશું હેલિઓસ કેપિટલ ઇન્ડિયાના CIO, દિનશૉ ઇરાની પાસેથી.
ના રોજ પ્રકાશિત Wed, 28, 2021 પર 14:22  |  સ્ત્રોત : CNBC-Bajar

દિનશૉ ઇરાનીનું કહેવુ છે કે મોંઘવારી બહુ વધુ સમય આ સ્તર પર નહીં રહે. આ સ્તરથી મોંઘવારી નીચે આવે તેવું અનુમાન છે. હજૂ પણ માગના હિસાબે સપ્લાઇ ચેનમાં પિકઅપ નથી આવ્યું. સપ્લાઇના કારણે અન્ય માર્કેટમાં માગ વધી રહી છે. સપ્લાઇ સાધારણ થવાની સાથે મોંઘવારી નીચે આવી જશે.


દિનશૉ ઇરાનીના મતે દુનિયાભરના અર્થતંત્ર મોંઘવારી પર ચિંતિત નથી. FIIs નું રોકાણ ભારતમાં ચાલુ જ છે. ચીનથી FIIsનું આઉટફ્લો ભારતને ફાયદો કરાવી શકે. જે રોકાણ જાય છે તે લાંબા ગાળે ભારતમાં જ ફરી આવશે. લાર્જકેપના વેલ્યુએશન હજૂ પણ યોગ્ય છે. જૂન ત્રિમાસિકમાં ડાઉનગ્રેડ વધુ છે અપગ્રેડ કરતા. વેલ્યુએશનની અડચણ લાર્જકેપ માટે નહીં રહે.


દિનશૉ ઇરાનીનું માનવુ છે કે સ્મૉલકેપ-મિડકેપમાં થોડું ધ્યાન રાખીને રોકાણ કરવું. સ્મૉલકેપ ઇન્ડેક્સ 40% પ્રીમિયમ પર છે એટલે ધ્યાન રાખવું. RBIની પૉલિસીમાં કોઇ ફેરફાર નહીં આવે તેવી ધારણા છે. વેક્સિનેશનમાં પણ ઝડપ નથી એટલે અનિશ્ચિતતા છે. RBI Hawkish વલણ લે તેવું નથી લાગી રહ્યું.


દિનશૉ ઇરાનીના મુજબ Q1ના આંકડા બેઝ ઇયરના હિસાબે બહુ સારા લાગશે. Q1ના આંકડા પ્રમાણે હજૂ પણ સ્થિરતા નથી આવી. આગળ જતા સારા આંકડા રજૂ થશે તેવી ધારણા. રિયલ એસ્ટેટના રેસિડેન્શિયલ સેગમેન્ટમાં તેજી છે. રિયલ એસ્ટેટના કમર્શિયલ સેગમેન્ટમાં સતત ઘટાડો જ છે. વર્ક ફ્રોમ હોમ હવે ટ્રેન્ડ બન્યો છે એટલે અસર થઇ છે.


દિનશૉ ઇરાનીનું કહેવુ છે કે રિયલ એસ્ટેટ સેક્ટર પર એટલો બુલિશ મત નથી. માર્કેટમાં હાલની સ્થિતિમાં બહુ સિલેક્ટિવ રહેવાની જરૂરત છે. IT સેક્ટરમાં ગ્રોથ નક્કી જ છે. આવનાર 4-5 વર્ષમાં IT સેક્ટર માર્કેટ કરતા સારૂ કરશે. ખાનગી બેન્કમાં પણ સારૂ પ્રદર્શન કરશે.