બજાર » સમાચાર » માર્કેટ આઉટલુક - ફન્ડામેન્ટલ

રોકાણકારે 3-5 વર્ષનો વ્યૂ રાખીને રોકાણ કરો: જિનેશ ગોપાણી

ના રોજ પ્રકાશિત Wed, 30, 2019 પર 10:22  |  સ્ત્રોત : CNBC-Bajar

શરૂઆતી કારોબારમાં સેન્સેક્સ અને નિફ્ટીમાં 0.5 ટકાનો વધારો જોવાને મળી રહ્યો છે. ખુલ્યાની બાદ નિફ્ટી 10,710.20 સુધી પહોંચ્યા જ્યારે સેન્સેક્સે 35,850.41 સુધી દસ્તક આપી. આગળ માર્કેટની ચાલ કેવી રહેશે તે જાણીએ એક્સિસ મ્યુચુઅલ ફંડના ઇક્વિટી હૅડ જિનેશ ગોપાણીની પાસેથી.

જિનેશ ગોપાણીનું કહેવુ છે કે માર્કેટ તો સાવધાની રાખશે જ. ચૂંટણી આવે એટલે ઉતાર ચઢાવ અને અનિશ્ચિતતા વધે છે. ખેડૂતો માટે અને SMEને લઈને ઘણી અફવાઓ માર્કેટમાં છે. વૈશ્વિક સંકેતો એટલા સારા નથી. અનિશ્ચિતતા અને ઉતાર ચઢાવ વધશે જ.

જિનેશ ગોપાણીના મતે આપણને ખબર નથી કેટલું મોટું પેકેજ આવી રહ્યું છે. અફવાઓને કારણે માર્કેટ નર્વસ છે. બજેટમાં નાણાંકીય ખાધ પર અસર પડી તો માર્કેટ નર્વસ રહેશે. ભારતમાં કન્ઝમ્પશન થીમ રોકાણ માટે સારી છે. કન્ઝમ્પશન સેક્ટરમાં કે નાણાકિય ક્ષેત્રમાંની કંપનીઓના વેલ્યુએશન વધારે છે. સ્વાભાવિક રીતે આ બધા સ્ટોકમાં થોડી સકારાત્મકતા રહેશે.

જિનેશ ગોપાણીનું માનવુ છે કે સાવધાની રાખીને રોકાણ કરવું જોઈએ. બે થી ત્રણ મહિના થોડો કટોકટી ભરેલા છે. ચૂંટણી આવી રહી છે એટલે કંઈ પણ રોકાણ કરતા સાવધાની રાખવી જરૂરી છે. પ્રાઈવેટ બેન્ક, કન્ઝમપશન, લાર્જ કેપ અને ટેક્નોલોજીમાં સારા પરિણામો આવી રહ્યા છે. બીજા સેક્ટર જેવાકે ઓટો, કેપિટલ ગુડ્ઝમાં પરિણામો સામાન્ય છે. વોલ્ટરનીટી બહુ હાઇ છે ટ્રેન્ડ લાઇન નથી મળી રહી કે આટલો ગ્રોથ થશે જ. પરિણામ સાધારણ છે બહુ સારા ના કહેવાય.

જિનેશ ગોપાણીના મુજબ છેલ્લા એક વર્ષના IT કંપનીના ગાઈડન્સ સરાકત્મક છે. સ્થાનિક સેક્ટર કરતા IT સેક્ટર વધારે વૃદ્ધિ કરે છે. IT સેક્ટર બહુ મહત્વનો ભાગ ભજવે છે. ચૂંટણી પછી સ્થાનિક સંકેતોમાં ફેરફાર આવે તેવી સંભાવના છે. આ બધુ ચૂંટણી પર આધાર રાખે છે. ત્રણ થી 6 મહિના પછી ખબર પડશે.

જિનેશ ગોપાણીનું કહેવુ છે કે ટિયર એક NBFCs સારુ પર્ફોમન્સ આપશે.  લાયબ્લિટી સાઇડ રિસોર્સિસ મળશે. એનબીએફસીએસને ટિયર એકમાં સસ્તા કોસ્ટામાં લાભ મળશે. અમને લાગે છે NBFCsમાં b2b ટાઇપ છે ત્યા અવોઇડ કરવું જોઇએ.

જિનેશ ગોપાણીના મતે આવતા 2-3 ત્રિમાસિકમાં ક્રેડિટ કોસ્ટ ઓછા થશે. એનબીએફસીએસમાં આવેલી સમસ્યાને કારણે પ્રાઇવેટ બેન્કોને ઘણો ફાયદો થયો છે. પ્રાઇવેટ સેક્ટર બેન્કો અને કોર્પોરેટને ધીરાણ કરતી બેન્કો સારું પ્રદર્શન આપશે. ક્રૂડની કિંમતો વધતા રૂપિયામાં નરમાશ જોવા મળશે. જો ચૂંટણીનું પરિણામ ખરાબ રહેશે તો પણ રૂપિયો નબળો થશે.

જિનેશ ગોપાણીનું માનવુ છે કે 2019ના પહેલા છ મહિના મહત્વના છે. 2019ના બીજા છ મહિના સરખામણીમાં સારા રહેવાનું અનુમાન છે. 2019ના બીડા હાફમાં ચૂંટણી પૂર્ણ થઈ ગઈ હશે. જીએસટી અને ડીમોનીટાઇઝેશનના કારણે કોર્પોરેટ અર્નિંગ્સમાં બાઉન્સ બેક જોવા મળશે.

જિનેશ ગોપાણીના મુજબ એશિયામાં પેસિવ મની આવે છે ,એક્ટિવ મની હજુ નથી આવ્યા. ઈટીએ ફ્લોઝ જે એશિયામાં આવે છે તેમાં એફઆઈઆઈએસનું રોકાણ વધુ છે. ભારતના જ હોય એવા ફંડમાં એફઆઈઆઈએસનું રોકાણ ઓછું છે. એફઆઈઆઈએસમાં એક્ટિવ ફ્લોની સરખામણીએ ઈટીએ ફ્લો વધુ છે.

જિનેશ ગોપાણીનું કહેવુ છે કે અમે 3-5 વર્ષના સમય માટે ખરીદી કરવી જોઈએ. ચૂંટણીથી અસર ન થાય એવો પોર્ટફોલિયો તૈયાર કરીએ જોઈએ. તમે સારી કંપનીમાં રોકાણ કરશો તો પોર્ટફોલિયોમાં ઉતાર ચઢાવ નહીં આવે. ઘટતા માર્કેટમાં રોકાણ કરશો તો જ્યારે માર્કેટ વધશે ત્યારે ફાયદો થશે. રોકાણકારે 3 - 5 વર્ષનો વ્યૂ રાખીને રોકાણ કરવું જોઇએ. હાલ જે ઉતાર-ચઢાવ છે તે દૂર થશે અને લાંબાગાળે ફાયદો થશે.

જિનેશ ગોપાણીના મતે ફાઇનાન્શિયલ, પ્રાઇવેટ બેન્ક, NBFCsમાં અમારું રોકાણ છે. કન્ઝમ્પ્શન, ટેક્નોલોજી અને ઓટો ક્ષેત્રમાં પણ અમારું રોકાણ છે. ટેલિકોમ, ઓઇલ & ગેસ જેવા ક્ષત્રોમાં કે જ્યા અર્નિંગ ગ્રોથ ઘણો ઓછે છે ત્યા રોકાણ નથી. ચૂંટણીના પરિણામ આવ્યા બાદ રોકાણ કરવું જોઇએ. લોકો ચૂંટણી પૂર્ણ થાય તેની રાહ જોઇને બેઠા છે. 2-3 મહિના સુધી રોકાણકારોએ રાહ જોવી જોઇએ.

જિનેશ ગોપાણીનું માનવુ છે કે એશિયામાં ફ્લો ઓછો થવાથી ભારતના FIIs ફ્લો પર અસર થશે. વૈશ્વિક સ્તરે સ્લોડઉન આવતા ભારતમાં એક્સપોર્ટ્સ પર અસર પડશે. ડિસેમ્બર 2019 સુધીમાં જો US સ્લોડાઉન મોટું થયું તો તેની અસર ટેક્નોલોજી ક્ષેત્રે થશે. અત્યારે લાંબાગાળાનું રોકાણ ન કરવું જોઇએ. 5 વર્ષનો વ્યૂ હોય તો ઉતાર-ચઢાવ જોવા મળી શકે છે. સમયાંતરે રોકાણ કરો કરતા રહેવું જોઈએ.