બજાર » સમાચાર » માર્કેટ આઉટલુક - ફન્ડામેન્ટલ

રોકાણકારો TCS વેચીને ઈન્ફોસિસ તરફ વળે તેવી ધારણા: દીપક જસાણી

ના રોજ પ્રકાશિત Fri, 11, 2019 પર 10:37  |  સ્ત્રોત : CNBC-Bajar

આજના કારોબારી દિવસે ઘરેલૂ બજારે શરૂઆત સારી કરી છે. સેન્સેક્સ અને નિફ્ટી 0.6 ટકા થી વધારે મજબૂત થઈને કારોબાર કરી છે. આજે નિફ્ટી 11300 પર દેખાય રહ્યા છે. આગળ માર્કેટની ચાલ કેવી રહેશે તે જાણીશું એચડીએફસી સિક્યોરિટીઝના રિટેલ રિસર્ચ હૅડ, દીપક જસાણી પાસેથી.

દીપક જસાણીનું કહેવુ છે કે અમેરિકા-ચીન વચ્ચે વેપાર સંધિ માટે પરસ્પર દબાણ જોવા મળી રહ્યું છે. વિશ્વના રાષ્ટ્રમાં માર્કેટમાં સ્લોડાઉન વચ્ચે આપણે ત્યાં પણ માહોલ ઠંડુ છે. આઈટી સેક્ટર હાલ નરમ ગ્રોથ તરફ છે. TCS વેચી રોકાણકારો ઇન્ફોસિસ તરફ જઇ શકે છે.

દીપક જસાણીના મતે ફાર્મા કંપનીઓને અવલોકન બાદ સુધારો કરવો જરૂરી છે. અમેરિકા-ચીન વચ્ચે વેપાર સંધિ આગામી એકમાસમાં થાય તેવી ધારણા છે. ફાર્મા કંપનીઓને થોડા વખતથી અંડરપર્ફોમ રહી છે. ઓનલાઈન સેલ્સના આંકડા સારા આવી રહ્યા છે.

દીપક જસાણીનું માનવુ છે કે સેલની રાહ જોયા બાદ જો ખરીદી નીકળી હોય તો વાર્ષિક ગ્રોથની શક્યતા જૂજ છે. કાયદાકિય પ્રક્રિયામાં મોડુ થવાને લીધે ક્રેડિટર્સને ઘણું નુક્સાન છે. IBCની કાર્યવાહી ઘોંચમાં મૂકાતા એસેટ ક્વૉલિટી અને સ્લીપેજીસ યથાવત છે.

દીપક જસાણીના મુજબ ઑટો, ઓઇલ એન્ડ ગેસ, મેટલ પર પૉઝિટીવ મત છે. બેન્ક, IT, રિયલ્ટી પર હાલ નેગેટિવ મત છે. PSU બેન્કની કામગીરી સુધરશે તેવી આશા હાલમાં રાખવી જોઈએ નહિ. ઓટો સેક્ટરમાં માસિક વેચાણના આંકડામાં ટૂંકાગાળામાં સુધારો નહિવત છે.