બજાર » સમાચાર » માર્કેટ આઉટલુક - ફન્ડામેન્ટલ

રોકાણકારોએ ઇક્વિટીમાં એક્પોઝર વધારવું જોઇએ: હેમંત કાનાવાલા

ના રોજ પ્રકાશિત Wed, 13, 2019 પર 11:06  |  સ્ત્રોત : CNBC-Bajar

નિફ્ટી 11920 ની ઊપર છે જ્યારે સેન્સેક્સમાં 23 અંકોનો વધારો દેખાયો છે. આગળ માર્કેટની ચાલ કેવી રહેશે તે જાણીશું કોટક લાઇફ ઇન્શોયરન્સના હેડ ઓફ ઇક્વિટી હેમંત કાનાવાલા પાસેથી.


હેમંત કાનાવાલાનું કહેવુ છે કે યુએસ-ચીન વૉરની અસર ગ્લૉબલ માર્કેટ પર દેખાઇ રહી છે. સેન્ટ્રલ બેન્ક ગ્લૉબલી ઇક્વિટી ઇન્ફ્યુઝ કરી રહી છે. ભારતમાં આ વર્ષે અર્નિંગ ગ્રોથ જોઇએ તેવો નથી.


હેમંત કાનાવાલાના મતે સરકાર જે પગલાઓ લઇ રહી છે તેનાથી ઇકોનૉમી ટ્રેક પર આવી જશે. રોકાણકારોએ ઇક્વિટીમાં એક્પોઝર વધારવું જોઇએ. RBI અને સેન્ટ્રલ બેન્કના પગલાઓની અસર આવનારા 2-3 ક્વાટરમાં દેખાશે.


હેમંત કાનાવાલાનું માનવુ છે કે પ્રાઇવેટ સેક્ટર્સમાં કંપનીઓ પોતાનું રોકાણ વધારશે. સરકાર જે પગલાઓ જાહેર કરી રહી છે તે સપ્લાઇ સાઇડ કરી રહી છે. ક્રેડિટ ગ્રોથ હાલ રિટેલ સેગમેન્ટમાં જ થઇ રહ્યો છે.