બજાર » સમાચાર » માર્કેટ આઉટલુક - ફન્ડામેન્ટલ

એનબીએફસીએસની સમસ્યાને નરમ થતાં 3-4 મહિના લાગશે

ના રોજ પ્રકાશિત Thu, 03, 2019 પર 11:37  |  સ્ત્રોત : CNBC-Bajar

શરૂઆતી કારોબારમાં બજારની ચાલ સુસ્ત જોવામાં આવી રહી છે. નિફ્ટી 10760 પર જોવામાં આવી રહ્યા છે જ્યારે સેન્સેક્સ 35860 ની નજીક દેખાય રહ્યા છે. આગળ માર્કેટની ચાલ કેવી રહેશે તે જાણીશું એસબીઆઈ કેપ સિક્યોરિટિઝના ઈન્સ્ટિટ્યુશનલ ઈક્વિટીના હેડ નિરવ શેઠ પાસેથી.

નિરવ શેઠનું કહેવુ છે કે એફઆઈઆઈએસ દ્વારા એક દિશામાં ચોક્કસ ચાલ જોવા નથી મળી રહી. ફૂડ મોંઘવારી પણ ઘણી ઓછી છે. કન્ઝમ્પશનની માગને વ્યાજદરને કારણે અસર થશે. એનબીએફસીમાં વિશ્વાસની સમસ્યા હતી. રૂપિયામા સ્થિરતા આવતા એફઆઈઆઈએસ પોઝિટિવ થઈ શકે છે. ઘણી એનબીએફસીએસને હાલમાં પણ ક્રેડિટ ક્રન્ચ છે. એનબીએફસીએસની સમસ્યાને નરમ થતાં 3-4 મહિના લાગશે.

નિરવ શેઠના મતે કોર્પોરેટ બેન્ક અમને પસંદ છે. કોર્પોરેટ બેન્કના ક્રેડિટ ગ્રોથની સાથે નફો પણ જોવાનો રહેશે. પીએસયુ કંપનીઓ પણ ઘણી અંડર વેલ્યુ છે. સારી પીએસયુએસમાં રોકાણ કરવું જોઈએ. ખાનગી કંપનીઓ સાથે સ્પર્ધા કરી શકે તેવી કંપનીમાં રોકાણ કરવું જોઈએ. રિયલ સેક્ટરમાં ઘણી સમસ્યાઓ છે જેનો ઉકેલ લાવવો જોઈએ.

નિરવ શેઠનું માનવુ છે કે વૈશ્વિક ગ્રોથનું સ્લોડાઉન ઝડપી થઈ રહ્યું છે. ગ્લોબલ કોમોડિટીમાં રોકાણ કરવું હાલ સલાહભર્યું નથી. સિમેન્ટ સેક્ટરમાં રોકાણ કરી શકાય છે. ક્રૂડના ભાવ નીચે આવાને કારણે હવે અર્થતંત્રને ફાયદો થશે. વૈશ્વિક ગ્રોથ ધીમો પડવાના ભયે વેચવાલી જોવા મળી છે. 50 બીએસપીનો ઘટાડો કરવો જોઈએ.